પંજાબી પકોડા કઢી ની રેસીપી | Punjabi Pakoda Kadhi
તરલા દલાલ દ્વારા
Added to 155 cookbooks
This recipe has been viewed 6964 times
તાજા તૈયાર કરેલા ચણાના લોટના પકોડા જેમાં કોથમીર અને લીલા મરચાં મેળવેલા હોય અને તેના વડે બનતી આ પંજાબી પકોડા કઢી એવી મજેદાર તૈયાર થાય છે કે મોઢામાંથી પાણી છુટી જાય.
વિવિધ મસાલા ભેગા કરીને, જેવા કે લવિંગ, તજ, મેથી અને ધાણા તથા વધારામાં તેમાં ઉમેરેલા પકોડા વડે આ પંજાબી કઢી અત્યંત આકર્ષક અને સુંદર બને છે. અહીં ખાસ યાદ રાખશો કે કઢીમાં પકોડા મેળવ્યા પછી તેને એક કે બે મિનિટ સુધી જ ધીમા તાપે ઉકાળવી જેથી પકોડા કઢીની સુવાસ શોષી લે અને સુગંધી બને.
બીજી વિવિધ પ્રકારની કઢીની રેસીપી પણ અજમાવો.
પકોડા માટે- એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ સાથે લગભગ ૧/૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી ઘટ્ટ ખીરૂં તૈયાર કરો.
- હવે એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી એક એક ચમચા જેટલું ખીરૂં તેલમાં નાંખતા જાવ. આમ એક સાથે થોડા થોડા પકોડા દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
- તળી લીધા પછી પકોડાને ટીશ્યુ પેપર પર કાઢી બાજુ પર રાખો.
કઢી માટે- એક ઊંડા બાઉલમાં દહીં, ચણાનો લોટ, હળદર, મીઠું અને ૨ કપ પાણી મેળવી સારી રીતે જેરી લીધા પછી તેને બાજુ પર રાખો.
- હવે એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ, લવિંગ, તજ, મેથી દાણા, કડીપત્તા અને લાલ કાશ્મીરી મરચાં મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- તાપ ઓછું કરી તેમાં દહીં-ચણાના લોટનું મિશ્રણ, આદૂની પેસ્ટ, મરચાં પાવડર અને થોડું મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લીધા પછી બાજુ પર રાખો.
આગળની રીત- પીરસવાના થોડા સમય પહેલા કઢીને ફરીથી ગરમ કરીને ધીમા તાપે ઉકાળી લો.
- તે પછી તેમાં તૈયાર કરેલા પકોડા મેળવી હલકા હાથે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- કોથમીર વડે સજાવીને તરત જ ગરમા-ગરમ પીરસો.
Other Related Recipes
Accompaniments
પંજાબી પકોડા કઢીની રેસીપી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe