ઢોસા | Dosa ( South Indian Recipe)
તરલા દલાલ દ્વારા
Added to 172 cookbooks
This recipe has been viewed 20647 times
ઇડલીની જેમ ઢોસા પણ દક્ષિણ ભારતીય વાનગીઓમાં અતિ પ્રખ્યાત વાનગી છે, પાતળા અને કરકરા ઢોસા, ચોખા અને અડદની દાળના ખીરા વડે બનાવવામાં આવે છે. ઇડલી કરતાં પણ ઢોસા વધુ ઉત્તેજક ગણાય છે. ખરેખર તો ઇડલી બનાવવામાં સહેલી, આરામદાયક અને બાફેલી વાનગી ગણાય છે, જ્યારે ઢોસા તેનાથી વધુ તૃપ્ત કરનારા ગણાય છે. પારંપારિક રીતે તો ઢોસા લોખંડના તવા પર બનાવવામાં આવતા, પણ આજકાલ તે નૉન-સ્ટીક તવા પર તૈયાર કરવામાં આવે છે જેથી બનાવવામાં બહુ સરળતા રહે છે. તમે ઢોસાને તેલ, ઘી અથવા ક્યારેક માખણ વડે શેકી શકો છો. ઢોસા ગરમ અને કરકરા, ચટણી અથવા સાંભર સાથે ખાવાની જ મજા આવે છે. જો તમે ઢોસા થોડા સમય પછી બનાવવા માંગતા હો તો તેને થોડા જાડા તૈયાર કરવા, જેથી તે થોડા સમય પછી નરમ અને લવચીક રહેશે.
Method- એક ઊંડા બાઉલમાં અડદની દાળ અને મેથી સાથે જરૂરી પાણી મેળવી ૪ કલાક સુધી પલાળી રાખો.
- બીજા એક ઊંડા બાઉલમાં જરૂરી પાણી સાથે ચોખા, અર્ધઉકાળેલા ચોખા અને જાડા પૌઆ ૪ કલાક સુધી પલાળી રાખો.
- હવે પલાળેલી અડદની દાળ અને મેથીના મિશ્રણને નીતારી મિક્સરમાં ૧ કપ પાણી સાથે મેળવી સુંવાળી પેસ્ટ તૈયાર કરી એક ઊંડા બાઉલમાં કાઢી બાજુ પર રાખો.
- એ જ રીતે પલાળેલા ચોખા, અર્ધઉકાળેલા ચોખા અને જાડા પૌઆના મિશ્રણને નીતારી મિક્સરમાં લગભગ ૧ કપ પાણી સાથે મેળવી સુંવાળી પેસ્ટ તૈયાર કરી મિશ્રણને આગળ તૈયાર કરેલા અડદની દાળ અને મેથીના મિશ્રણમાં ભેગી કરી તેમાં મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- આ મિશ્રણને ઢાંકીને આથો આવવા માટે ગરમ જગ્યા પર ૧૨ કલાક માટે રાખો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર થોડું પાણી છાંટીને કપડા વડે તવાને વ્યવસ્થિત રીતે સાફ કરી લો.
- તે પછી તેની પર એક ચમચા જેટલું ખીરૂ રેડીને ગોળ ફેરવીને ૨૨૫ મી. મી. (૯”)ના ગોળાકારમાં ઢોસા તેયાર કરો.
- હવે આ ઢોસાની મધ્યમાં અને તેની કીનારીઓ પર ઘી રેડીને ઉંચા તાપ પર ઢોસા બ્રાઉન થઇને કરકરા બને ત્યાં સુધી રાંધી લો.
- આ ઢોસાને અર્ધગોળાકારમાં વાળી લો.
- આ જ પ્રમાણે બાકી રહેલા ખીરા વડે વધુ ૧૭ ઢોસા તૈયાર કરો.
- તરત જ નાળિયેરની ચટણી કે પછી મલગાપડી પાવડર અને સાંભર સાથે પીરસો.
Other Related Recipes
Accompaniments
ઢોસા has not been reviewed
2 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
nainabhoot,
March 16, 2014
Very easy to follow,and with few ingredients I was able to make perfect dosa. For years I had tried different methods, but following this recepie I was able to make everybody happy. I got 5 stars from family and I would give same to this recepie.
Thankyou.
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe