પનીર અને મેથીની રોટી | Paneer and Methi Roti
તરલા દલાલ દ્વારા
Added to 8 cookbooks
This recipe has been viewed 6097 times
આ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ રોટી તમારા પ્રવૃત્તિ ભર્યા દિવસ માટે યોગ્ય વાનગી ગણી શકાય. આ રોટી પ્રોટીન, ફાઇબર અને ઊર્જા ભરપૂર માત્રામાં આપે છે જે તમને સ્ફૂર્તિમય રહેવામાં મદદરૂપ થશે. અહીં વિચારીને વિવિધ પ્રકારના લોટનું સંયોજન કરવામાં આવ્યું છે જે આ રોટીને અત્યંત મોહક અને ખુશ્બુદાર બનાવે છે. પનીર ઉમેરવાથી આ રોટી નરમ બને છે, જ્યારે મેથીની ભાજી ઉમેરવાથી તે વધુ સ્વાદિષ્ટ બને છે. આ રોટીનો ખરો સ્વાદ માણવો હોય તો તેને ગરમા-ગરમ જ પીરસવી.
Method- એક બાઉલમાં ઘઉંનો લોટ, જુવારનો લોટ, ચણાનો લોટ, હળદર, ૧ ટીસ્પૂન લીલા મરચાં અને મીઠું મેળવી તેમાં જરૂરી પાણી મેળવી સુંવાળી કણિક તૈયાર કરી બાજુ પર રાખો.
- બીજા એક બાઉલમાં પનીર, મેથીની ભાજી, બાકી રહેલા ૧/૨ ટીસ્પૂન લીલા મરચાં અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો. આ પૂરણના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
- હવે તૈયાર કરેલી કણિકના પણ ૪ સરખા ભાગ પાડો.
- આ કણિકના એક ભાગને બે પ્લાસ્ટીકની શીટની મધ્યમાં મૂકી, જરૂરી લાગે તો પ્લાસ્ટીકની શીટની અંદરની બાજુએ થોડું પાણી ચોપડીને ૧૦૦ મી. મી. (૪”)ના ગોળાકારમાં વણી લો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર આ રોટી મૂકી તેની પર પૂરણનો એક ભાગ સરખી રીતે પાથરી લો.
- થોડા તેલની મદદથી રોટીની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
- રીત ક્રમાંક ૪ થી ૬ પ્રમાણે બીજી ૩ રોટી પણ તૈયાર કરી લો.
- તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
પનીર અને મેથીની રોટી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe