વેજીટેબલ બાર્લી સુપ | જવનું સૂપ | પૌષ્ટિક જવનું સૂપ | Vegetable Barley Soup, Indian Style Healthy Barley Soup
તરલા દલાલ દ્વારા
Added to 563 cookbooks
This recipe has been viewed 10084 times
વેજીટેબલ બાર્લી સુપ | જવનું સૂપ | પૌષ્ટિક જવનું સૂપ | vegetable barley soup in Gujarati | with step by step 30 photos.
જવ એક એવું કડધાન્ય છે, જેનો આપણે રોજની રસોઇમાં ખાસ ઉપયોગ કરતાં નથી. પરંતુ તે પ્રોટીનનું મૂળ ભંડાર ગણાય છે, તે ઉપરાંત તેમાં લોહ અને ફાઇબર પણ રહેલા છે અને જો તેને કોઇ ખુશ્બુદાર સામગ્રી સાથે રાંધવામાં આવે તો તેનો સ્વાદ પણ સારો આવે છે જે રીતે મે અહીં તેનો ઉપયોગ વેજીટેબલ બાર્લી સુપ બનાવવામાં કર્યો છે.
મસૂરની દાળ સાથે જવનો ઉપયોગ એટલે કઠોળ અને કડધાન્યના સંયોજન વડે બનતું આ સૂપ સંપૂર્ણ પ્રોટીન ગણાય છે, જે આપણા શાકાહારી ભોજનમાં ભાગ્યે જ જોવા મળે છે. આ પૌષ્ટિક જવનું સૂપને વિવિધ શાક વડે રંગીન અને ફાઇબરયુક્ત બનાવવામાં આવ્યું છે. અંતમાં તેની પર ભભરાવેલું મરીનું પાવડર તેને વધુ મજેદાર બનાવે છે.
Method- એક પ્રેશર કુકરમાં તેલ ગરમ કરી તેમાં લસણ અને લીલા કાંદાનો સફેદ ભાગ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ગાજર, મસૂરની દાળ, જવ, મીઠું અને ૪ ૧/૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૩ થી ૪ સીટી સુધી રાંધી લો.
- પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો.
- હવે આ જવ-મસૂર દાળનું મિશ્રણ એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં કાઢી તેમાં ટમેટા, લીલા કાંદાનો લીલો ભાગ, કોથમીર, થોડું મીઠું અને મરી પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- આ મિશ્રણને એક ઉભરો આવ્યા પછી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- ગરમ ગરમ પીરસો.
Other Related Recipes
Accompaniments
વેજીટેબલ બાર્લી સુપ has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe