મસાલેદાર ચોળા ની રેસીપી | Masala Chawli
તરલા દલાલ દ્વારા
Added to 204 cookbooks
This recipe has been viewed 8892 times
શીયાળાના દીવસોમાં આળસ ખંખેરીને તમારી ઇન્દ્રીયોને જાગૃત કરતી આ મસાલેદાર ચોળાની વાનગીની ખાસિયત એ છે કે તે આકર્ષક સુવાસ પ્રસાર કરાવનારી છે. ટમેટાનું પલ્પ અને મેથીની ભાજી આ ચોળાની ભાજીને મજેદાર સ્વાદ આપે છે, તે ઉપરાંત ફૂદીનાની પેસ્ટ સારા ખાનપાનના શોખીનોને ગમે એવો મધુર સ્વાદ અને લહેજત આપે છે.
Add your private note
મસાલેદાર ચોળા ની રેસીપી - Masala Chawli recipe in Gujarati
તૈયારીનો સમય:    પલાળવાનો સમય: રાત્રભર   બનાવવાનો સમય:    કુલ સમય:    
૪ માત્રા માટે
૧/૨ કપ ચોળા , આગલી રાત્રે પલાળી રાખ્યા બાદ નીતારી લીધેલા
મીઠું , સ્વાદાનુસાર
૧ ટેબલસ્પૂન તેલ
૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા
૧ કપ તાજું ટમેટાનું પલ્પ
૧/૨ ટીસ્પૂન કસૂરી મેથી
૧/૪ ટીસ્પૂન હળદર
૩/૪ કપ સમારેલા ફૂદીનાના પાન , ધોઇને નીતારી લીધેલા
૧ ટીસ્પૂન સમારેલું આદૂ
૨ ટીસ્પૂન સમારેલા લીલા મરચાં
૧/૨ ટીસ્પૂન લીંબુનો રસ
Method- પ્રેશર કુકરના વાસણમાં ૧ કપ પાણી સાથે ચોળા અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૩ સીટી સુધી બાફી લો.
- પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો. અંદરનું પાણી ફેંકી ન દેતા, બાજુ પર રાખો.
- હવે એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ટમેટાનું પલ્પ, કસૂરી મેથી, હળદર અને થોડું મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરીને મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં બાફેલો ચોળા (તેના બાજુ પર રાખેલા પાણી સાથે) અને ફૂદીનાની પેસ્ટ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૩ થી ૪ મિનિટ સુધી રાંધી લો.
- ગરમા-ગરમ પીરસો.
Other Related Recipes
Accompaniments
મસાલેદાર ચોળા ની રેસીપી has not been reviewed
4 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
Mansi J,
November 15, 2014
I made this on a sunday..The mint just gives it a completely new taste..just a few ingredients and this dish is ready...very delicious..
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe