મેનુ

You are here: Home> વિવિધ વ્યંજન >  ભારતીય વ્યંજન >  હૈદરાબાદી રેસીપી | હૈદરાબાદી વાનગીઓ | >  હૈદ્રાબાદી ખાટી દાળ

હૈદ્રાબાદી ખાટી દાળ

Viewed: 4306 times
User 

Tarla Dalal

 27 February, 2025

Image
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK
Hyderabadi Khatti Dal - Read in English
हैदराबादी खट्टी दाल - हिन्दी में पढ़ें (Hyderabadi Khatti Dal in Hindi)

Table of Content

આ હૈદ્રાબાદી ખાટી દાળમાં વિપુલ પ્રમાણમાં ટમેટા અને આમલીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે આ દાળને લુભાવની ખટાશ પ્રદાન કરે છે. જ્યારે તેમાં મેળવેલા મસાલા પાવડર અને અન્ય સામગ્રી જેવી કે આદૂ, લસણ અને લીલા મરચાંનો તીખો સ્વાદ, દાળને ભપકાદાર બનાવી તમે આંગળી ચાટી જાવ એવી મજેદાર બનાવે છે.

આ દરરોજના ભોજનમાં પીરસાતી દાળ હૈદ્રાબાદના ઘરોમાં વારંવાર બનાવવામાં આવે છે, અને એ દલીલ વગર કહી શકાય કે તેના જેવી બીજી કોઇ દાળ તે વિસ્તારના લોકો પસંદ કરતા જ નથી. આ દાળની મજા તો ભાત અથવા રોટી સાથે તાજી અને ગરમાગરમ માણવાથી જ મળશે.

બીજી હૈદ્રાબાદી વાનગીઓ જેવી કે ટમેટાનો શોરબા અને લહેજતદાર હાંડી બિરયાની પણ અજમાવા જેવી છે.

 

હૈદ્રાબાદી ખાટી દાળ - Hyderabadi Khatti Dal recipe in Gujarati

Preparation Time

None Mins

Cooking Time

None Mins

Total Time

None Mins

Makes

None None

સામગ્રી

વિધિ

  1. એક ઊંડા બાઉલમાં તુવરની દાળને જરૂરી પાણી સાથે ૧ કલાક પલાળી રાખ્યા બાદ સારી રીતે નીતારી લો.
  2. એક પ્રેશર કુકરમાં દાળ, ટમેટા, ૧ ટેબલસ્પૂન લસણ, આદૂ, ૧/૪ ટીસ્પૂન હળદર, થોડું મીઠું અને ૨ ૧/૨ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૪ સીટી સુધી રાંધી લો.
  3. પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો.
  4. હવે આ દાળને રવઇ વડે જેરીને તેમાં આમલીનો પલ્પ, લીલા મરચાં, કોથમીર, બાકી રહેલી હળદર, ધાણા પાવડર, મરચાં પાવડર અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લીધા પછી બાજુ પર રાખો.
  5. હવે એક નાના નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં જીરૂ અને રાઇ મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
  6. તે પછી તેમાં હીંગ, કડીપત્તા, બાકી રહેલું ૧ ટેબલસ્પૂન લસણ અને કાશ્મીરી લાલ મરચાં મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  7. હવે આ તૈયાર થયેલા વઘારને દાળ પર રેડી સારી રીતે મિક્સ કરી લો.
  8. ભાત અથવા રોટી સાથે ગરમ-ગરમ પીરસો.

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ