You are here: Home> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન | પંજાબી વાનગીઓ | > કાકડી રાયતું | કાકડી નું રાયતું રેસીપી | સ્વાદિષ્ટ કાકડી નું રાયતું | કાકડી નું રાયતું બનાવવાની રીત
કાકડી રાયતું | કાકડી નું રાયતું રેસીપી | સ્વાદિષ્ટ કાકડી નું રાયતું | કાકડી નું રાયતું બનાવવાની રીત

Tarla Dalal
24 February, 2025


Table of Content
કાકડી રાયતું | કાકડી નું રાયતું રેસીપી | સ્વાદિષ્ટ કાકડી નું રાયતું | કાકડી નું રાયતું બનાવવાની રીત | cucumber raita in gujarati | with 17 amazing images.
કાકડી રાયતું એક ઝડપી અને સરળ રાયતા રેસીપી છે. કાકડી રાયતામાં ઘણી વિવિધતા હોય છે અને આ અમારું સંસ્કરણ છે.
કાકડી, દહીં અને ભારતીય મસાલા જેવા મૂળભૂત ભારતીય સામગ્રીમાંથી બનેલી આ કકડી રાયતને લીલી મરચાની પેસ્ટથી થોડી મસાલાદાર પણ બનાવે છે.
કાકડી રાયતું | કાકડી નું રાયતું રેસીપી | સ્વાદિષ્ટ કાકડી નું રાયતું | કાકડી નું રાયતું બનાવવાની રીત - Cucumber Raita, Kakdi ka Raita, Kheera Raita recipe in Gujarati
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
કાકડી રાયતા માટે
1 1/2 કપ ખમણેલી કાકડી
1 1/4 કપ દહીં (curd, dahi)
1 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ (green chilli paste)
1 ટીસ્પૂન જીરા પાવડર (cumin seeds (jeera) powder )
1 ટીસ્પૂન પીસેલી સાકર
મીઠું (salt) , સ્વાદાનુસાર
1 ટેબલસ્પૂન તેલ ( oil )
1/4 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
1/4 ટીસ્પૂન રાઇ (mustard seeds ( rai / sarson)
1/4 ટીસ્પૂન હીંગ (asafoetida, hing)
1 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
વિધિ
- કાકડી રાયતા બનાવવા માટે, કાકડીને સ્વીઝ કરો અને બધા વધારેનૂં પાણી કાઢો. પાણીને ગાળીને કાકડીને એક બાજુ રાખો.
- દહીંને મથની ની મદદ થી સારી રીતે ઝટકવું.
- તેમાં લીલી મરચાની પેસ્ટ, જીરા પાવડર, પીસેલી સાકર અને મીઠું નાખીને બરાબર મિક્સ કરી લો.
- કાકડી ઉમેરો, સારી રીતે મિક્સ કરી દો અને ઓછામાં ઓછા ૩૦ મિનિટ માટે રેફ્રિજરેટર કરો.
- એક નાના નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરો, તેમાં જીરું, રાઈ અને હીંગ નાંખો અને મધ્યમ તાપ પર ૩૦ સેકંડ માટે સાંતળી લો.
- જ્યારે દાણા તડતડવા આવે ત્યારે દહીં-કાકડીના મિશ્રણમાં વઘાર નાંખો અને બરાબર મિક્સ કરી લો.
- તેમાં કોથમીર નાખીને બરાબર મિક્સ કરી લો.
- ઠંડા કાકડી રાયતાને પીરસો.