છોલે ભટુરે રેસીપી | પંજાબી છોલે ભટુરે | છોલે ભટુરે બનાવવાની રીત | Chole Bhature
તરલા દલાલ દ્વારા
Added to 1091 cookbooks
This recipe has been viewed 8569 times
છોલે ભટુરે રેસીપી | પંજાબી છોલે ભટુરે | છોલે ભટુરે બનાવવાની રીત | chole bhature in gujarati | with 29 amazing images.
છોલે ભટુરેની મારી સૌથી જૂની યાદો એ છે કે જે મેં મુંબઈમાં "ક્રીમ સેન્ટર" તરીકે ઓળખાતી લોકપ્રિય રેસ્ટોરન્ટમાં ખાધી હતી. પૂછપરછ પર, મને કહેવામાં આવ્યું કે ચણા અને મસાલાને કલાકો સુધી એકસાથે ઉકાળવામાં આવે છે, જેના પરિણામે મોટી સંખ્યામાં મુંબઈવાસીઓ આજે પણ તેનો સ્વાદ માણે છે!
છોલેનું મારું વર્ઝન જોકે, મિનિટોમાં તૈયાર છે અને એટલું જ સ્વાદિષ્ટ છે. મેં ચાયની પત્તી નો પણ ઊપયોગ કર્યો છે, જે કાબુલી ચણાને ઘેરો બદામી રંગ આપે છે, જે સામાન્ય રીતે કાબુલી ચણાને લોખંડના વાસણમાં ઉકાળવાથી આવે છે.
છોલે બનાવવા માટે- છોલે બનાવવા માટે, કાબુલી ચણા, મીઠું, ચાયનો પાવડર બાંધેલી પોટલી અને પૂરતું પાણી પ્રેશર કૂકરમાં ભેગું કરો અને ૩ સીટી સુધી પ્રેશર કુક કરો.
- ઢાંકણ ખોલતા પહેલા વરાળને બહાર નીકળવા દો. ચાયની પોટલી કાઢી નાખો અને કાબુલી ચણાને ગાળી લો. બાજુ પર રાખો.
- એક ઊંડા નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું ઉમેરો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કાંદા, આદુ અને લસણ ઉમેરો અને મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી અથવા કાંદા પારદર્શક થાય ત્યાં સુધી સાંતળી લો.
- તેમાં છોલે મસાલો, લાલ મરચાંનો પાવડર, આમચૂર, હળદર, ધાણા પાવડર, જીરું પાવડર, મીઠું અને ૧ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- કાબુલી ચણા ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને મધ્યમ તાપ પર ૫ થી ૭ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો. કાબુલી ચણાને એક વખત મેશરની મદદથી હળવા હાથે મેશ કરો. પછી ગેસ બંધ કરી, બાજુ પર રાખો.
ભટુરા બનાવવા માટે- ભટુરા બનાવવા માટે, મેંદો, ખમણેલા બટાટા, દહીં, તેલ અને મીઠું ભેગું કરો અને પૂરતું પાણી વાપરીને નરમ કણિક તૈયાર કરો.
- કણિકને ભીના મલમલના કપડાથી ઢાંકીને ૨૦ મિનિટ માટે બાજુ પર રાખો.
- કણિકને ૮ સમાન ભાગોમાં વિભાજીત કરો અને દરેક ભાગને ૧૫૦ મી. મી. (૬”)ના ગોળાકારમાં મેંદાના લોટની મદદથી વણી લો.
- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરો અને ભટુરાને એક પછી એક, બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો.
છોલે ભટુરાને પીરસવા માટે કેવી રીતે આગળ વધવું- ભટુરાને છોલે, સ્લાઇસ કરેલા કાંદા અને લીંબુના વેજ સાથે તરત જ ગરમાગરમ પીરસો.
હાથવગી સલાહ:- ભટુરા તળતી વખતે, મધ્ય ભાગને ફ્રાઈંગ સ્પૂન વડે હળવા હાથે દબાવો જેથી કરીને તે ફૂલી જાય.
- છોલે નો મસાલો મોટા ભાગની કરિયાણાની દુકાનો પર સરળતાથી ઉપલબ્ધ હોય છે.
Other Related Recipes
Accompaniments
છોલે ભટુરે રેસીપી has not been reviewed
8 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
Foodie #523256,
April 27, 2011
I never liked making bature cos they use soda. But when i saw this, i tried it for the first time ... and my husband is very choosy to say "Awesome".. But he said it .. Chole and Bature Awesome... We loved it :)
7 of 7 members found this review helpful
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe