બ્રેડ ઉત્તપમ રેસીપી | ઇન્સ્ટન્ટ બ્રેડ ડોસા | ઝટપટ નાસ્તો | બચેલા બ્રેડની ઉત્તપમ ની રેસીપી | Bread Uttapam, Instant Bread Dosa
તરલા દલાલ દ્વારા
Added to 43 cookbooks
This recipe has been viewed 7507 times
બ્રેડ ઉત્તપમ રેસીપી | ઇન્સ્ટન્ટ બ્રેડ ડોસા | ઝટપટ નાસ્તો | બચેલા બ્રેડની ઉત્તપમ ની રેસીપી | Bread Uttapam in Gujarati | with 22 amazing images.
એકાએક તમને કંઇ ગરમ નાસ્તો ખાવાની તીવ્ર ઇચ્છા થઇ આવે, પણ પછી યાદ આવે કે તેના માટેની કોઇ આગળથી તૈયારી તો કરી જ નથી, એવા વખતે જો ગરમ અને સુંવાળા ઉત્તાપા ખાવાની ઇચ્છા થાય તો તે માટે ખીરૂં તો હાજર હોવું જોઇએ. અહીં તમારી આ તકલીફ દૂર કરવા રવા તથા બ્રેડનું ખીરૂં તૈયાર કરી ઇન્સ્ટન્ટ બ્રેડ ડોસા બનાવવાની રીત રજૂ કરી છે. આ ખીરાનો સ્વાદ અસલ ઉત્તાપા જેવો જ છે, તે ઉપરાંત તે બનાવવામાં સરળ અને ઝડપી છે અને તેમાં કોઇ વસ્તુ પલાળવાની કે આથો આવવાની ક્રીયા માટે સમય બગાડવો પણ પડતો નથી.
અહીં અમે આ બ્રેડ ઉત્તપમને વધુ આકર્ષક બનાવવા તેમાં રસદાર અને કરકરા શાક ઉમેર્યા છે અને સાથે લીલા મરચાં અને આદૂ તેને સૌમ્ય તીખાશ આપે છે.
વધેલા બ્રેડનો ઉપયોગ કરવા માટે આ બચેલા બ્રેડની ઉત્તપમ ની રેસીપી ઉપયુક્ત છે ઉપરાંત અચાનક આવી ચડેલા મહેમાનો માટે ઝટપટ નાસ્તો તૈયાર કરવા માટે પણ એટલી જ ઉપયોગી છે.
આ ઇન્સ્ટન્ટ બ્રેડ ડોસા ચટપટી લીલી ચટણી અને સાંભર સાથે તરત જ પીરસીને મહેમાનોને ખુશ કરી દો. અનિયન-ટમેટા રવા ઉત્તાપા અને ઓટસ્ મટર ઢોસા પણ અજમાવો.
Method- મિક્સરની જારમાં બ્રેડના ટુકડા, રવો, મેંદો, દહીં અને લગભગ ૩/૪ કપ પાણી મેળવી સુંવાળું મિશ્રણ તૈયાર કરો.
- આ મિશ્રણને એક ઊંડા બાઉલમાં કાઢી લીધા પછી તેમાં બાકી રહેલી બધી વસ્તુઓ ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.
- હવે એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી, તેની પર થોડું પાણી છાંટી (તેનો તરત જ છમ અવાજ આવશે) કપડા વડે સાફ કરી લો. તે પછી તેની પર ૧/૪ ટીસ્પૂન તેલ ચોપડી લો.
- હવે તેની પર એક ચમચા જેટલું ખીરૂં રેડીને ૧૨૫ મી. મી. (૫”)ના વ્યાસનો જાડો ગોળાકાર બનાવી લો.
- તે પછી તેની કીનારીઓ પર ૧/૪ ટીસ્પૂન તેલ પાથરી મધ્યમ તાપ પર ઉત્તાપાને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લો.
- રીત ક્રમાંક ૩ થી ૫ મુજબ વધુ ૮ ઉત્તાપા તૈયાર કરો.
- લીલી ચટણી સાથે તરત જ પીરસો.
Other Related Recipes
બ્રેડ ઉત્તાપમ રેસીપી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe