બદામનો બ્રેડ | Almond Bread, Homemade Almond Bread Without Eggs
તરલા દલાલ દ્વારા
5/5 stars 100% LIKED IT
1 REVIEW
ALL GOOD
Added to 43 cookbooks
This recipe has been viewed 6478 times
ઘઉં વગરના પાંઉ? અશ્કય જણાય છે છતાં વાત સાચી પણ છે, અને નવાઇ પમાડે એવી પણ છે કે જેમાં બદામના દૂધ વડે બદામનો બ્રેડ બનાવવામાં આવ્યું છે. જેમને વાનગીમાં ઇંડાનો ઉપયોગ ન કરવો હોય તેમના માટે આ વાનગીની પસંદગી વધારે સારી ગણી શકાય.
આ એક અનોખો નાસ્તો છે જેનો સ્વાદ મજેદાર અને તંદુરસ્તી માટે ઉત્તમ પણ છે. તે ગ્લુટીનરહિત હોવાથી જેમને ગ્લુટીન માફક ન આવતું હોય તેઓ તેનો આનંદ જરૂરથી માણી શકશે.
તેમાં સારી માત્રમાં પ્રોટીન અને સારી ચરબી છે જેથી બદામનો બ્રેડ શરીરનું વજન ઉતારવા ઇચ્છતા લોકો માટે તથા ખેલાડીઓ માટે ઉત્તમ ગણી શકાય. તમે પણ તેનો આનંદ એમજ અથવા પીનટ બટર સાથે માણો. તેને એલ્યુમિનિયમ ફોઇલમાં વીંટાળીને રેફ્રિજરેટરમાં લગભગ પાંચ દીવસ રાખી શકાય છે.
Method- બદામને મિક્સરમાં પીસીને સુંવાળું મિશ્રણ તૈયાર કરો.
- એક બાઉલમાં બદામનું દૂધ, અળસી પાવડર અને ઍપલ સાઇડર વિનેગર મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
- બીજા એક બાઉલમાં બદામનો પાવડર, મીઠું અને બેકીંગ પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- હવે તેમાં તૈયાર કરેલું બદામના દૂધનું મિશ્રણ તથા ૨ ટેબલસ્પૂન પાણી મેળવી તેને તવેથા વડે સારી રીતે મિક્સ કરી લો.
- આ મિશ્રણને એક ૨૦૦ મી. મી. (૮”) x ૧૦૦ મી. મી. (૪”) ના માખણ ચોપડેલા લંબચોરસ એલ્યુમિનિયમ લોફ ટીનમાં રેડીને આગળથી ગરમ કરેલા ઑવનમાં ૨૦૦° સે (૪૦૦° ફે) પર ૩૫ મિનિટ સુધી બેક કરી લો.
- તેને થોડું ઠંડું પાડ્યા પછી ટીનમાંથી કાઢીને ૧૧ સરખી સ્લાઇસમાં કાપી લો.
- તરત જ પીરસો અથવા હવાબંધ બરણીમાં રાખી મૂકો અને જોઈએ ત્યારે વાપરો.
Other Related Recipes
1 review received for બદામનો બ્રેડ
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
Helpful reviews for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe