શિંગોડાનો શીરો રેસીપી | સિંગોડા ના લોટ નો શીરો | ફરાળી શીરો | વ્રત કે ઉપવાસ માટે શીરો | Singhada Sheera, Farali Singhara Halwa, Vrat Recipe


દ્વારા

શિંગોડાનો શીરો રેસીપી | સિંગોડા ના લોટ નો શીરો | ફરાળી શીરો | વ્રત કે ઉપવાસ માટે શીરો | singhada halwa, sheera in gujarati | with 12 amazing images.

શિંગોડાનો શીરો એ એક ઝડપી અને સરળ ભારતીય મીઠાઈ છે જેમાં ભરપૂર બદામનો સ્પર્શ થાય છે. ફરાળી શિંગોડાનો શીરો બનાવવાની રીત શીખો.

શિંગોડાનો શીરો, ઘી સાકર અને એલચી પાવડરમાંથી બનાવવામાં આવે છે. આ ફરાળી શીરો દરેક ઘરમાં એક વખત બનાવવામાં આવતો હોય છે. આ વડીલો માટે સામાન્ય રીતે ઉપવાસના દિવસોમાં બનાવવાનું પસંદ કરે છે. આ આનંદદાયક મીઠાઈની ભવ્યતામાં વધારો કરવા માટે ઉદારતાથી શેરાને બદામથી સજાવો.

Add your private note

શિંગોડાનો શીરો રેસીપી - Singhada Sheera, Farali Singhara Halwa, Vrat Recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા માટે

સામગ્રી

શિંગોડાના શીરા માટે
૧ કપ શિંગોડાનો લોટ
૪ ટેબલસ્પૂન ઘી
૩/૪ કપ સાકર
૧/૨ ટીસ્પૂન એલચીનો પાવડર

સજાવવા માટે
૧ ટેબલસ્પૂન બદામની કાતરી
૧ ટેબલસ્પૂન પિસ્તાની કાતરી
વિધિ
શિંગોડાના શીરા માટે

    શિંગોડાના શીરા માટે
  1. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરો, તેમાં શિંગોડાનો લોટ ઉમેરો અને સતત હલાવતા રહીને ધીમા તાપ પર ૪ મિનિટ અથવા જ્યાં સુધી તે આછા ભુરા રંગનો ન થાય ત્યાં સુધી રાંધી લો.
  2. ૨ કપ ગરમ પાણી ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને સતત હલાવતા રહીને ધીમા તાપ પર બીજી ૪ મિનિટ સુધી અથવા બધુ પાણી શોષાઈ ન જાય ત્યાં સુધી રાંધી લો.
  3. સાકર ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને સતત હલાવતા રહીને વધુ ૪ મિનિટ ધીમા તાપ પર રાંધી લો.
  4. ગેસ બંધ કરી, એલચીનો પાવડર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
  5. બદામ અને પિસ્તાથી સજાવીને ગરમા-ગરમ પીરસો.


RECIPE SOURCE : Faraal Recipes-GujaratiBuy this cookbook

Also View These Popular Recipes

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Password?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews