You are here: Home> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > હૈદરાબાદી રેસીપી | હૈદરાબાદી વાનગીઓ | > ટામેટા શોરબા રેસીપી
ટામેટા શોરબા રેસીપી

Tarla Dalal
02 January, 2025
-15449.webp)

Table of Content
ટામેટા શોરબા રેસીપી | ટમેટા અને નાળિયેરના દૂધનું સૂપ | હેલ્દી ટોમેટો સૂપ | Tomato Shorba in gujarati | with 20 amazing images.
ટમેટા અને નાળીયેરના દૂધ વડે બનતુ આ ટમેટાનો શોરબા સ્વાદમાં થોડું તીખું ગણાય કારણ કે તેમાં જીરૂ અને લીલા મરચાં મેળવવામાં આવ્યા છે. છતા તેમા થોડું ગોળ મેળવવાથી તે મીઠાસ પડતું બની ટમેટાની ખટ્ટાશ ઓછી કરી આ સૂપને વધુ સ્વાદીષ્ટબનાવે છે.
ટામેટા શોરબા માટે ટિપ્સ. ૧. ટામેટાનો શોરબા બનાવા માટે, એક ઊંડા નોન-સ્ટીક પૈનમાં, ટામેટાં ઉમેરો. હંમેશાં સુશોભન રંગીન સ્વાદ મેળવવા માટે લાલ ભરાવદાર ટામેટાંનો ઉપયોગ કરો. ૨. સ્ટ્રેનરનો ઉપયોગ કરીને મિશ્રણને ગાળી લો અને બાજુ રાખો. આ એટલા માટે કરવામાં આવે છે જેથી આપળ ને મુલાયમ ટામેટા શોરબા મળે. ૩. ચણાના લોટ ઉમેરો. આ સૂપને જાડુ બનાવશે.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
Main Ingredients
2 1/4 કપ સમારેલા ટામેટા (chopped tomatoes)
1/2 કપ નાળિયેરનું દૂધ (coconut milk)
1 ટીસ્પૂન ચણાનો લોટ ( besan )
1 ટેબલસ્પૂન ઘી (ghee)
1 ટેબલસ્પૂન જીરું ( cumin seeds, jeera)
2 ચીરી પાડેલું લીલું મરચું (slit green chillies)
1 ટેબલસ્પૂન ખમણેલો ગોળ (grated jaggery (gur)
મીઠું (salt) , સ્વાદાનુસાર
2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
વિધિ
- એક ઊંડા પૅનમાં ૧ ૧/૨ કપ પાણી લઈ તેમાં ટમેટાને મધ્યમ તાપ પર, ૮ થી ૧૦ મિનિટ અથવા ટમેટા બફાઇ જાય ત્યાં સુઘી રાંઘી લો.
- તેને ઠંડા પાડ્યા પછી મિક્સરમાં ફેરવી પ્યુરી તૈયાર કરો.
- આ પ્યુરીને ગાળીને બાજુ પર રાખો.
- એક બાઉલમાં નાળીયેરનું દૂઘ અને ચણાનો લોટ મેળવી ને સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
- એક ઊંડા નૉન સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં જીરૂ મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે ત્યારે તેમાં કડી પત્તા અને લીલા મરચાં મેળવી થોડી સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ટમેટાની પ્યુરી, નાળીયેરના દૂધ અને ચણાના લોટનું મિશ્રણ, ગોળ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
- અતંમા તેમા કોથમીર મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- ગરમ ગરમ પીરસો.