You are here: Home> વિવિધ વ્યંજન > ચાયનીઝ વેજ વ્યંજન | ઈન્ડો ચાઈનીઝ રેસીપી | > ચાઈનીઝ શાક ની રેસીપી > શેઝવાન સ્ટાઇલના સ્ટર ફ્રાઇડ વેજીટેબલસ્
શેઝવાન સ્ટાઇલના સ્ટર ફ્રાઇડ વેજીટેબલસ્

Tarla Dalal
02 January, 2025


Table of Content
અસલ ચાઇનીઝ રીતના આ શેઝવાન સ્ટાઇલના સ્ટર ફ્રાઇડ વેજીટેબલસ્ બનાવવામાં સરળ અને ઝટપટ તૈયાર થાય છે, જેમાં જુદી-જુદી જાતના કરકરા શાક જેવાકે બેબી કોર્ન, બ્રોકોલીથી માંડીને કોબી અને લીલા કાંદાને શેઝવાન સૉસ અને લાલ મરચાં સાથે કોર્નફ્લોરનું જાડું પડ ચડાવીને તળવામાં આવ્યા છે. અહીં એક વાત યાદ રાખવી કે કોબીને ખમણવાની નથી પણ તેના ટુકડા કરવાના છે, જેથી તે બીજા શાક સાથે સરખી રીતે રંધાઇ જાય.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
Main Ingredients
1/2 કપ કોબીના ટૂકડા
1/2 કપ સ્લાઇસ કરેલા લીલા કાંદાનો સફેદ ભાગ
2 કપ પક ચોય , નાના ટુકડા કરેલા
3/4 કપ સ્લાઇસ કરીને હલકા ઉકાળેલા બેબી કોર્ન
3/4 કપ હલકી ઉકાળેલી બ્રોકલી
3/4 કપ હલકા ઉકાળેલા સ્નો પીસ્ , ઉભા અડધા ટુકડા કરેલા
1/2 કપ સિમલા મરચાંનો વેજ
1/2 કપ સ્લાઇસ કરેલી ઝૂકિની
4 ટીસ્પૂન શેઝવાન સૉસ
2 ટીસ્પૂન કોર્નફલોર
1 ટેબલસ્પૂન તેલ ( oil )
4 સૂકું કશ્મીરી લાલ મરચું (whole dry kashmiri red chillies) , ટુકડા કરેલા
મીઠું (salt) , સ્વાદાનુસાર
વિધિ
- એક બાઉલમાં કોર્નફ્લોર સાથે ૧/૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લીધા પછી બાજુ પર રાખો.
- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં સૂકા લાલ મરચાં અને કોબી સાથે ૧/૪ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી અથવા પાણીનું બાસ્પીભવન થઇ જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- પછી તેમાં લીલા કાંદાનો સફેદ ભાગ તથા પક ચોય મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં બાકી રહેલા બધા શાક અને શેઝવાન સૉસ મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- છેલ્લે તેમાં કોર્નફ્લોરનું મિશ્રણ, સાકર અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તરત જ પીરસો.