You are here: Home> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > મેન કોર્સ રેસીપી > રોટી / પૂરી / પરોઠા > મસાલા ટોમેટો ઓનીયન પરાઠા
મસાલા ટોમેટો ઓનીયન પરાઠા

Tarla Dalal
02 January, 2025


Table of Content
જ્યારે તમે કઇંક ઝડપથી ચટપટું બનાવવા માંગતા હોય ત્યારે તમે આ વાનગી પસંદ કરી શકો છો. ટમેટા, કાંદા, કોથમીર અને મસાલાઓ વડે બનતા આ મસાલા ટોમેટો ઓનીયન પરાઠા, બહુજ સ્વાદિષ્ટ અને સરળતાથી બને છે. પૂરણ સલાડ જેવું બનાવેલ હોવાથી, આ પરાઠા કરકરા અને ખાવા ગમે તેવા બને છે.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
Main Ingredients
3/4 કપ ઘઉંનો લોટ (whole wheat flour, gehun ka atta)
મીઠું (salt) , સ્વાદાનુસાર
ઘઉંનો લોટ (whole wheat flour, gehun ka atta) , વણવા માટે
તેલ ( oil ) , ચોપડવા માટે
6 ટેબલસ્પૂન સમારેલા કાંદા (chopped onions)
3 ટેબલસ્પૂન સમારેલા ટામેટા (chopped tomatoes)
6 ટીસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
લાલ મરચાંનો પાવડર (red chilli powder) , સ્વાદાનુસાર
જીરા પાવડર (cumin seeds (jeera) powder ) , સ્વાદાનુસાર
તેલ ( oil ) , ચોપડવા અને શેકવા માટે
વિધિ
- એક ઊંડા બાઉલમાં ઘઉંનો લોટ અને મીઠું મીક્સ કરી, જરૂર પ્રમાણે પાણી નાંખી, મસળીને નરમ કણિક બનાવો.
- કણિકના ૬ સરખા ભાગ પાડો.
- દરેક ભાગને ઘઉંના લોટની મદદથી ૧૫૦ મી. મી. (૬”) વ્યાસના ગોળાકારમાં વણી લો.
- ઉપર પ્રમાણે વણેલી એક રોટી લઇ તેની ઉપર થોડું એકસરખું તેલ ચોપડો.
- તેની પર ૧ ટેબલસ્પૂન કાંદા, ૧/૨ ટેબલસ્પૂન ટમેટા, ૧ ટીસ્પૂન કોથમીર, થોડું મીઠું, લાલ મરચાંનો પાવડર અને જીરા પાવડર એકસરખું ભભરાવો.
- રોટીને એક કિનારથી બીજા કિનાર સુધી ચુસ્તરીતે વીંટી લો, ફરીથી રોટીને એક કિનારથી બીજા કિનાર સુધી ચુસ્તરીતે વીંટી અને બન્ને હથેળીની મદદથી દબાવી ગોળાકાર બનાવી દો.
- હવે ફરીથી ઘઉંના લોટની મદદથી ૧૫૦ મી. મી. (૬”) વ્યાસના ગોળાકારમાં વણી લો.
- એક નૉન-સ્ટીક પૅનને ગરમ કરી અને થોડું તેલ ચોપડો.
- પરાઠાને બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થોડા તેલની મદદથી શેકી લો.
- રીત ક્રમાંક ૪ થી ૯ પ્રમાણે બાકીના ૫ પરોઠા બનાવી લો.
- ગરમ-ગરમ પીરસો