You are here: Home> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > ગુજરાતી વ્યંજન > અમીરી ખમણ, ગુજરાતી સેવ ખમણી રેસીપી, સુરતી સેવ ખમણી
અમીરી ખમણ, ગુજરાતી સેવ ખમણી રેસીપી, સુરતી સેવ ખમણી

Tarla Dalal
02 January, 2025


Table of Content
અમીરી ખમણ | ગુજરાતી સેવ ખમણી રેસીપી | સુરતી સેવ ખમણી | amiri khaman recipe in gujarati
અમીરી ખમણ એક મસાલેદાર ચા ના સમય નો નાસ્તો, જેમાં લસણ નો વઘાર અને દાડમ અને નાળિયેર નાખી બનાવાય છે. જો તમારી પાસે રાતે બનાવેલા ખમણ ઢોકળા બાકી છે તો એ તમારા માટે એક બોનસ હશે, ને તમે બતાવેલી પ્રક્રિયાથી ઝડપથી અને સરળ રીતે સુરતી સેવ ખામણી બનાવી શકો.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
અમીરી ખમણ બનાવા માટે સામગ્રી
20 ઓટસ્
1 ટેબલસ્પૂન તેલ ( oil )
2 ટીસ્પૂન રાઇ (mustard seeds ( rai / sarson)
2 ટીસ્પૂન સમારેલું લસણ (chopped garlic)
1 1/2 ટીસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
1/4 ટીસ્પૂન હીંગ (asafoetida, hing)
2 ટેબલસ્પૂન પીસેલી સાકર
2 ટેબલસ્પૂન દાડમ
2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
2 ટેબલસ્પૂન ખમણેલું નાળિયેર (grated coconut)
3 ટેબલસ્પૂન સેવ
વિધિ
- અમીરી ખમણ બનાવવા માટે, ખમણ ને ભૂક્કો કરી વાટકીમાં નાંખો અને બાજુ માં રાખો.
- હવે એક કઢાઇમાં તેલ ગરમ કરો એને તેમાં રાઇ મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે ત્યારે તેમા લસણ અને હીંગ નાંખો અને થોડી સેકંડ માટે મધ્યમ આંચ પર સાંતળો.
- હવે આ તૈયાર થયેલા વઘારને ભૂક્કો કરેલા ખમણ ઉપર નાંખો અને બરાબર મિક્સ કરી લો.
- તેમાં પીસેલી સાકર, દાડમ, કોથમીર અને નાળિયેર નાખીને બરાબર મિક્સ કરી લો.
- પીરસતાં પહેલાં સેવ નાંખો અને બરાબર મિક્સ કરી લો.
- અમીરી ખમણને તરત જ પીરસો.