You are here: Home> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > સ્ટાર્ટસ્ રેસિપિ, નાસ્તા રેસિપિ > ચાટ રેસીપી કલેક્શન > બટાટા અને પનીરની ચાટ
બટાટા અને પનીરની ચાટ

Tarla Dalal
02 January, 2025


Table of Content
મજેદાર નાના બટાટા અને કેલ્શીયમથી ભરપૂર એવા પનીરના સંયોજનથી બનતું આ ચાટ ખુબજ સુંદર અને ભવ્ય બને છે. આ ચાટનો સૌમ્ય સ્વાદ, લીંબુનો રસ અને ચાટ મસાલો નાંખવાથી, એકદમ ખટ્ટ-મીઠો અને હંમેશા યાદ રહે તેવો બને છે.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
Main Ingredients
3/4 કપ બાફીને સમારેલા બટેટા
1 1/2 કપ પનીરના ચોરસ ટુકડા (paneer cubes)
5 ટેબલસ્પૂન તેલ ( oil )
3/4 કપ બાફેલા લીલા વટાણા
1/2 ટીસ્પૂન સમારેલું આદુ (chopped ginger)
મીઠું (salt) , સ્વાદાનુસાર
1 1/2 ટીસ્પૂન લીંબુ (lemon)
2 ટીસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
1 1/2 ટીસ્પૂન લીંબુનો રસ (lemon juice)
સજાવવા માટે
2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
વિધિ
- એક નૉન-સ્ટીક તવા પર તેલ ગરમ કરો અને તેમાં બટાટા ઉમેરી, તેને મધ્યમ તાપ પર ૮ થી ૧૦ મિનિટ અથવા બટાટા ચારેબાજુએથી બ્રાઉન થઇ જાય ત્યાં સુધી, વચ્ચે-વચ્ચે હલાવતા રહી, રાંધી લો.
- હવે બટાટાના ટુકડાઓને તવાની ચારેબાજુની કીનારી પર સરકાવો.
- હવે તવાની વચ્ચે બાકી રહેલા તેલમાં બાફેલા લીલા વટાણા અને આદૂ ઉમેરી, સારી રીતે મિક્સ કરી લો અને મધ્યમ તાપ પર, ૧ થી ૨ મિનિટ સુધી, વચ્ચે-વચ્ચે હલાવતા રહી, રાંધી લો.
- હવે તેમાં પનીર, મીઠું, ચાટ મસાલો, લીલા મરચાં અને લીંબુનો રસ ઉમેરી, સારી રીતે મિક્સ કરી લો અને તેને મધ્યમ તાપ પર, ૨ થી ૩ મિનિટ, વચ્ચે-વચ્ચે હલાવતા રહી, રાંધી લો.
- હવે તવાની કીનારી પરના બટાટાને તવાની વચ્ચે સરકાવો અને મિશ્રણને ઉછાળીને સારી રીતે મિક્સ કરી લો.
- કોથમીર વડે સજાવીને તરત જ પીરસો.