ઝુનકા | Zunka
તરલા દલાલ દ્વારા
Added to 132 cookbooks
This recipe has been viewed 9365 times
પારંપારિક મહારાષ્ટ્રના આ તીખાશવાળા ઝુનકાને ઘણા લોકો સૂકા પીઠલાનું રૂપાંતર માને છે. આમ તો આ ઝુનકા કરી જેવી જ છે જેમાં આદૂ, લીલા મરચાં, લસણ, કાંદા અને કોથમીરનો ભરપુર ઉપયોગ કરી સુગંધી વઘાર કરવામાં આવ્યું છે. જો કે તેમાં વિવિઘ મસાલાનો ઉપયોગ થયો છે, છતાં વઘારમાં કડી પત્તાનો ઉમેરો તેને ચડિયાતું મધુર સુગંધદાર રૂપ આપે છે. જેવી આ સબ્જી તૈયાર થાય કે તરત જ ભાખરી, ઠેચા અને છાશ સાથે પીરસો, નહીં તો થોડા સમયમાં જ તે સૂકી થઇ જશે.
Method- એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં રાઇ ઉમેરો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં જીરૂ અને હીંગ ઉમેરી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં આદૂ, લીલા મરચાં, લસણ અને કાંદા ઉમેરી મધ્યમ તાપ પર ૫ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં હળદર, ચણાનો લોટ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં ૧ ૧/૨ કપ ગરમ પાણી ઉમેરી, સારી રીતે મિક્સ કરી વાસણને ઢાંકીને મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- છેલ્લે તેમાં કોથમીર ઉમેરી સારી રીતે મિક્સ કરી લીધા પછી તેને બાજુ પર રાખો.
- હવે વઘાર તૈયાર કરવા માટે, એક નાના નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ, હીંગ અને લસણ મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં કડી પત્તા અને લાલ મરચાં ઉમેરી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- આમ તૈયાર થયેલા વઘારને ઝુનકા પર રેડી સારી રીતે મિક્સ કરી લો.
- ચોખાની ભાખરી સાથે ગરમ ગરમ પીરસો.
Other Related Recipes
ઝુનકા has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
shreya_the foodie,
January 10, 2014
This famous maharashtrian dish is available everwhere on the streets of mumbai and I was always curious as to how its made! this recipe seemed like its perfect replica..only a healthier one! I found the zunka very tasty and went well with bhakri and onions ofcourse!
1 of 1 members found this review helpful
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe