જાફરાની પુલાવ | Zaffrani Pulao
તરલા દલાલ દ્વારા
Added to 18 cookbooks
This recipe has been viewed 5318 times
મોઘલાઇ જમણ અજમાવ્યા પછી ખબર પડી જાય છે કે કેસર મોઘલાઇ જમણનું એક મહત્વનું અંગ છે અને તેના ઉપયોગથી ઘણી બધી વાનગીઓ પણ બનાવી શકાય છે. જાફરાની પુલાવ એક સાદી ભાતની વાનગી છે જેને કેસરથી સ્વાદિષ્ટ બનાવવામાં આવી છે. પનીર, કાજૂ અને કીસમીસનો ઉમેરો આ પુલાવને શાહી બનાવે છે. તે ઉપરાંત આ વાનગી તમને ખુબજ ગમશે કારણકે તે ઝટપટ પણ બને છે.
Method- બાસમતી ચોખા સાફ કરીને ૧૫ મિનિટ પલાળી રાખ્યા બાદ ધોઇને નીતારીને બાજુ પર રાખો.
- એક નાના બાઉલમાં ઠંડા દૂધ સાથે કેસરના રેસા મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
- એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં પનીરના ટુકડા મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી ઠંડા થવા બાજુ પર રાખો.
- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં તમાલપત્ર, એલચી અને તજ મેળવી મધ્યમ તાપ પર થોડી સેંકડ સાંતળી લો.
- તે પછી તેમાં ચોખા મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ૨ ૧/૨ કપ ગરમ પાણી અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી વાસણને ઢાંકી મધ્યમ તાપ પર ૫ થી ૭ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- ૭. છેલ્લે તેમાં કીસમીસ, પનીર અને કેસર-દૂધનું મિશ્રણ મેળવી સારી રીતે મિક્સ કરી વાસણને ઢાંકી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- ૮. કાજૂના ટુકડા વડે સજાવીને ગરમા ગરમ પીરસો.
Other Related Recipes
Accompaniments
જાફરાની પુલાવ has not been reviewed
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe