You are here: Home> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ઝટ-પટ નાસ્તા > સવારના નાસ્તા > હોલ વીટ સલાડ ગાર્લિક ટોમૅટો ચટની રૅપ
હોલ વીટ સલાડ ગાર્લિક ટોમૅટો ચટની રૅપ

Tarla Dalal
02 January, 2025


Table of Content
લોકો અનેક વાર મેંદાના બનેલા રેપ વાપરી તેમાં રહેલા પૌષ્ટિક શાકભાજીના પૂરણના ફાયદાઓ ઓછા કરી નાંખે છે. તો પછી આ વાનગીમાં બતાવેલ પ્રમાણે આગલા દિવસની વધેલી રોટી કેમ નહીં વાપરવી? આ નવીન વીધીને કારણે તમારી વધેલી રોટી પણ વપરાશે અને તમારી વાનગીની પૌષ્ટિક્તા પણ વધશે. જો તમે લસણ-ટમેટાની ચટણી તૈયાર રાખશો તો હોલ વીટ સલાડ ગાર્લિક ટોમૅટો ચટની રૅપ જલદીથી બનાવી શકશો. બીન સ્પ્રાઉટસ્ અને બીજા લીલા શાકભાજીનો વપરાશ આ રૅપને વિટામિન અને લોહતત્વથી ભરપૂર બનાવે છે.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
Main Ingredients
લીંબુ (lemon) , ૧ રેસિપી
મિક્સ કરીને સલાડ બનાવવા માટે
1/2 કપ સ્લાઇસ કરેલા ટમેટા
1/2 કપ સ્લાઇસ કરેલા લીલા કાંદાનો સફેદ ભાગ
1/2 કપ પાતળા લાંબા કાપેલા ગાજર
1/2 કપ બીન સ્પ્રાઉટ્સ
1 કપ ઝીણા લાંબા સમારેલા આઇસબર્ગ સલાડના પાન
1/2 કપ સ્લાઇસ કરેલા સિમલા મરચાં (sliced capsicum)
1 ટેબલસ્પૂન લીંબુનો રસ (lemon juice)
1 ટીસ્પૂન જેતૂનનું તેલ (olive oil)
મીઠું (salt) , સ્વાદાનુસાર
વિધિ
- મિક્સ કરેલ સલાડ અને લસણ-ટમેટાની ચટણીના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
- રોટીને એક સાફ અને સૂકી જગ્યા પર મૂકી તેની પર ચટણીનો એક ભાગ સમાનરૂપે પાથરી લો.
- હવે તેની બરોબર વચ્ચે સલાડનો એક ભાગ મૂકી રોટીને ચુસ્ત રીતે લપેટી લો.
- બાકીના ૩ રૅપ રીત ક્રમાંક ૨ અને ૩ પ્રમાણે બનાવી લો.
- તરત જ પીરસો.