You are here: Home> ઝટ-પટ વ્યંજન > ઝટ-પટ સ્નૅક્સ્ રેસીપી , ઝટ-પટ સ્ટાર્ટસ્ રેસીપી > સ્પ્રાઉટ્સ સ્ટર-ફ્રાય રેસીપી | ઝટ-પટ સ્ટર-ફ્રાય રેસીપી | Sprouts Stir- Fry Recipe
સ્પ્રાઉટ્સ સ્ટર-ફ્રાય રેસીપી | ઝટ-પટ સ્ટર-ફ્રાય રેસીપી | Sprouts Stir- Fry Recipe

Tarla Dalal
02 January, 2025


Table of Content
સ્પ્રાઉટ્સ સ્ટર-ફ્રાય રેસીપી | ઝટ-પટ સ્ટર-ફ્રાય રેસીપી | sprouts stir- fry recipe in gujarati
સ્પ્રાઉટ્સ એ પ્રોટીન, કેલ્શિયમ અને લોહનો સારો સ્રોત છે. લોહ અને ફોલિક એસિડ હિમોગ્લોબિન અને લોહીને બાઘેં છે જે ઓક્સિજન પ્રદાન કરવા માટે જરૂરી છે. આ બધા પોષક તત્વો તમને શારીરિક રીતે ફીટ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
સ્પ્રાઉટ્સ સ્ટર-ફ્રાય બનાવવા માટે સામગ્રી
2 કપ બાફેલા મિક્સ ફણગાવેલા કઠોળ
2 ટીસ્પૂન તેલ ( oil )
1 ટીસ્પૂન સમારેલું આદુ (chopped ginger)
2 ટીસ્પૂન સમારેલું લસણ (chopped garlic)
1 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ (green chilli paste)
1 કપ સમારેલા ટામેટા (chopped tomatoes)
1 ટીસ્પૂન સંચળ (black salt, sanchal)
1/2 ટીસ્પૂન આમચૂર (dried mango powder (amchur)
2 ટેબલસ્પૂન છોલે મસાલો
મીઠું (salt) , સ્વાદાનુસાર
વિધિ
- સ્પ્રાઉટ્સ સ્ટર-ફ્રાય બનાવવા માટે, એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરો, તેમાં આદુ, લસણ અને લીલા મરચાની પેસ્ટ નાંખો અને થોડી સેકંડ માટે મધ્યમ આંચ પર સાંતળી લો.
- ટામેટાં, સંચળ, આમચુર, છોલે મસાલા અને ૧ ચમચી પાણી નાંખી, બરાબર મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે થોડા-થોડા સમયે હલાવતા રહી રાંધી લો.
- બાફેલા મિક્સ ફણગાવેલા કઠોળ અને મીઠું મેળવી અને સારી રીતે મિક્સ કરી બીજી મિનિટ માટે મધ્યમ તાપ પર રાંધી લો.
- તેમાં કોથમીર મેળવી બરાબર મિક્સ કરી લો.
- સ્પ્રાઉટ્સ સ્ટર-ફ્રાય તરત જ પીરસો.