You are here: Home> ઓટ્સ અને લીલા કાંદા ના પરોઠા રેસીપી
ઓટ્સ અને લીલા કાંદા ના પરોઠા રેસીપી

Tarla Dalal
02 January, 2025


Table of Content
ઓટ્સ અને લીલા કાંદા ના પરોઠા રેસીપી | હેલ્ધી સ્પ્રિંગ ઓનિયન સ્ટફ્ડ ઓટ્સ પરાઠા | હેલ્ધી પરાઠા | spring onion stuffed oats paratha in gujarati | with 40 amazing images.
આ હેલ્ધી પરાઠા ઓટસ્ અને ઘઉંના લોટના સંયોજન વડે બનાવવામાં આવ્યા છે જેથી તમે ફાઇબરયુક્ત ઓટસ્ નો સ્વાદ માણવાની શરૂઆત કરી શકો. મેં આ પરોઠામાં લીલા કાંદાના પૂરણનો ઉપયોગ કર્યો છે એટલે ઓટસ્ નો કાચો સ્વાદ તેમાં ભળી જાય છે. આ પરોઠા ગરમા ગરમ જ સારા લાગશે.
ઓટ્સ અને લીલા કાંદા ના પરોઠા માટેની ટિપ્સ. ૧. જ્યારે તમે પરાઠાનું સ્ટફિંગ રાંધો ત્યારે લોટને ઢાંકણથી ઢાંકી દો. આ કણિકને સૂકવવાથી અટકાવે છે. ૨. વજન ઘટાડવા માટે હાઈ ફાઈબર ઓટ્સ પરાઠાને દહીં સાથે પીરસો. ૩. હેલ્ધી સ્પ્રિંગ ઓનિયન સ્ટફ્ડ ઓટ્સ પરાઠાને લેહસુન કી ચટની સાથે પીરસો. ૪. ઓટ્સ અને લીલા કાંદા ના પરોઠાને અથાણા સાથે પીરસો. ૫. તમે આ હેલ્ધી પરાઠાને અડધા ભાગમાં કાપીને પીરસી શકો છો.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
ઓટ્સ અને લીલા કાંદા ના પરોઠા માટે
1/2 કપ ઓટસ્
3/4 કપ ઘઉંનો લોટ (whole wheat flour, gehun ka atta)
2 ટેબલસ્પૂન લો ફૅટ દહીં (low fat curds)
મીઠું (salt) , સ્વાદાનુસાર
લીલા કાંદાના પૂરણ માટે
1 કપ સમારેલા લીલા કાંદાનો સફેદ ભાગ (chopped spring onions whites)
2 કપ સમારેલા લીલા કાંદાના પાન (chopped spring onion greens)
1 ટીસ્પૂન તેલ ( oil )
2 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
2 ટીસ્પૂન આદુ-લીલા મરચાંની પેસ્ટ (ginger-green chilli paste)
2 ટીસ્પૂન સમારેલું લસણ (chopped garlic)
મીઠું (salt) , સ્વાદાનુસાર
બીજી જરૂરી વસ્તુઓ
1 1/2 ટીસ્પૂન તેલ ( oil ) , રાંધવા માટે
ઘઉંનો લોટ (whole wheat flour, gehun ka atta) , વણવા માટે
પીરસવા માટે
વિધિ
- કણિકના એક ભાગને ૧૦૦ મી. મી. (૪”)ના ગોળાકારમાં સૂકા ઘઉંના લોટની મદદથી વણી લો.
- વણેલી રોટીના મધ્યમાં પૂરણનો એક ભાગ મૂકો.
- મધ્યમાં બધી બાજુઓ એકસાથે લાવો અને ચુસ્તપણે સીલ કરો.
- ફરીથી ૧૦૦ મી. મી. (૪”)વ્યાસના ગોળાકારમાં થોડા ઘઉંના લોટની મદદથી વણી લો.
- નોન-સ્ટીક તવો ગરમ કરો અને પરાઠાને ૧/૪ ટીસ્પૂન તેલનો ઉપયોગ કરીને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
- રીત ક્રમાંક ૧ થી ૫ પ્રમાણે બાકીના ૫ પરોઠા પણ તૈયાર કરી લો.
- લો ફૅટ દહીં સાથે તરત જ પીરસો.
- એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરો અને પૂરતા પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરીને નરમ કણિક બાંધો.
- લોટને ૬ સરખા ભાગોમાં વહેંચો અને બાજુ પર રાખો.
- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરો, તેમાં જીરું ઉમેરો અને મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- તેમાં લીલા કાંદાનો સફેદ ભાગ, આદુ-લીલા મરચાંની પેસ્ટ, લસણ ઉમેરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
- તેમાં લીલા કાંદાનો લીલો ભાગ અને મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- પૂરણને ૬ સમાન ભાગોમાં વહેંચો અને બાજુ પર રાખો.