You are here: Home> વિવિધ વ્યંજન > ઇટાલીયન વ્યંજન > ઇટાલીયન પીઝા > ક્વીક ટમેટો પીઝા
ક્વીક ટમેટો પીઝા

Tarla Dalal
02 January, 2025


Table of Content
આ ક્વીક ટમેટો પીઝામાં પીઝા સૉસને સારી રીતે ફીણીને ઘટ્ટ બનાવ્યા પછી તેને ચમચા વડે પીઝાના રોટલા પર પાથરી લો. તે પછી તેની પર સિમલા મરચાં, કાંદા અને ભરપુર ચીઝ ભભરાવી, ચીઝ સંપૂર્ણ રીતે પીગળી જાય ત્યાં સુધી બેક કરી લીધા પછી તેનો એક ગરમા ગરમ ટુકડાનો સ્વાદ ચાખી મજા માણો.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
પીઝા સૉસ માટે
1 1/4 કપ હલકા ઉકાળેલા ટામેટા (જુઓ નીચે હાથવગી સલાહ)
2 ટેબલસ્પૂન જેતૂનનું તેલ (olive oil)
1 ટીસ્પૂન સમારેલું લસણ (chopped garlic)
1/2 કપ સમારેલા કાંદા (chopped onions)
1/4 કપ ટમેટો કેચપ
1 ટીસ્પૂન સાકર (sugar)
1 ટીસ્પૂન સૂકો ઑરેગાનો (dried oregano)
1 ટીસ્પૂન સૂકા લાલ મરચાંના ફ્લેક્સ્ (dry red chilli flakes)
મીઠું (salt) , સ્વાદાનુસાર
બીજી જરૂરી વસ્તુઓ
વિધિ
- એક નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં લસણ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી અથવા કાંદા અર્ધપારદર્શક થાય ત્યાં સુધી સાંતળી લો.
- તે પછી તેમાં હલકા ઉકાળેલા ટમેટા મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં ટમૅટો કેચપ, સાકર, ઑરેગાનો, ચીલી ફ્લેક્સ્ અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
- આમ તૈયાર થયેલા સૉસના ૨ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
- હવે ૧ પીઝાના રોટલાને સૂકી જગ્યા પર રાખી, તેની પર તૈયાર કરેલા પીઝા સૉસનો ૧ ભાગ પાથરી લો. તે પછી તેની પર ૧/૪ કપ લાંબા કાપેલા સિમલા મરચાં મૂકી ઉપરથી ૧/૨ કપ ખમણેલું ચીઝ સરખી રીતે છાંટી લો.
- રીત ક્રમાંક ૧ પ્રમાણે બાકી રહેલો બીજો પીઝા પણ તૈયાર કરી આગળથી ગરમ કરેલા ઑવનમાં ૧૮૦° સે (૩૬૦° ફે) તાપમાન પર ૧૨ થી ૧૫ મિનિટ સુધી નીચેથી પીઝા બરોબર કરકરું થાય ત્યાં સુધી બેક કરી લો.
- આ પીઝાના વેજ કરી તરત જ પીરસો.
- ૬ મોટા ટમેટા હલકા ઊકાળ્યા પછી છોલી, બી કાઢી અને ઝીણા સમારીને ૧ ૧/૪ કપ બનશે.