મસૂર અને ટમેટાની બિરયાની | Masoor Pulao
તરલા દલાલ દ્વારા
Added to 20 cookbooks
This recipe has been viewed 5154 times
આ બિરયાની બનાવવાની વિધિ થોડી લાંબી છે જેમાં એક ખાસ પેસ્ટ, કેસરયુક્ત ભાત અને અલગથી એક મસૂરનું મિશ્રણ બનાવવામાં આવે છે જેને પાછળથી યોગ્ય રીતે ગોઠવીને ત્યાં સુધી બેક કરવામાં આવે છે, જ્યાં સુધી તેનો સ્વાદ એક બીજા સાથે ભળી જાય અને એક ખુશ્બુદાર અત્યંત મોહક વાનગી તૈયાર થાય. આમ તૈયાર થયેલી મસૂર અને ટમેટાની બિરયાનીનો સ્વાદ જ્યારે તમે અનુભવશો ત્યારે જ તમને લાગશે કે તમારી મહેનત સફળ થઇ છે.
ભાત માટે- એક નાના બાઉલમાં કેસર અને દૂધ મેળવી, સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
- એક ઊંડી કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં કાંદા નાંખી, તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળીને સૂકા કરવા માટે ટીશ્યુ પેપર પર મૂકો.
- એક ઊંડા બાઉલમાં તળેલા કાંદા, ભાત, મીઠું અને કેસર-દૂધનું મિશ્રણ મેળવી, હળવા હાથે મિક્સ કરી બાજુ પર રાખો.
મસૂરના મિશ્રણ માટે- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં તૈયાર કરેલી પેસ્ટ અને ૧ ટેબલસ્પૂન પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં પલાળીને નીતારેલા મસૂર, મીઠું અને ૧ ૧/૨ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી લીધા પછી પૅનને ઢાંકી મધ્યમ તાપ પર ૧૦ મિનિટ સુધી અથવા મસૂર બરોબર રંધાઇ જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લીધા પછી બાજુ પર રાખો.
આગળની રીત- ભાતના ૨ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
- તેલ ચોપડેલી બેકીંગ ડીશમાં ૧ ટેબલસ્પૂન દૂધ રેડો.
- તેની પર ભાતનો ૧ ભાગ મૂકી સરખી રીતે પાથરી લો.
- તે પછી તેની પર મસૂરનું મિશ્રણ સરખી રીતે પાથરી લો.
- હવે ભાતનો બીજો ભાગ તેની પર સરખી રીતે પાથરી લો.
- તે પછી બાકી રહેલું ૧ ટેબલસ્પૂન દૂધ તેની પર સરખી રીતે રેડી લો.
- બેકીંગ ડીશનું ઢાંકણ ઢાંકી આગળથી ગરમ કરેલા ઑવનમાં ૨૦૦° સે (૪૦૦° ફે) તાપમાન પર ૧૦ મિનિટ અથવા માઇક્રોવેવમાં ઉંચા તાપમાન પર ૪ થી ૫ મિનિટ સુધી બેક કરી લો.
- કોથમીર વડે સજાવીને ગરમ ગરમ પીરસો.
Other Related Recipes
Accompaniments
મસૂર અને ટમેટાની બિરયાની has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
Foodie #610605,
March 22, 2014
Masoor and Tomato Biryani very nice vegetarian biryani with masoor, tomato and fried onions taste really very good. I love this recipe.
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe