You are here: Home> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > રાઈતા / કચૂંબર > દૂધીનો રાઇતો ની રેસીપી
દૂધીનો રાઇતો ની રેસીપી

Tarla Dalal
11 March, 2025


Table of Content
દૂધીની પોષણ શક્તિ અને પ્રોટીનયુક્ત દહીંનો સંગાથ એટલે ખાઇપીને મોજ માણવાનો અનેરો આનંદ તમને આ એક વસ્તુ વડે બનતા રાઇતામાં મળશે. જો તમને ચિંતા થતી હોય કે એકલી દૂધીનો રાઇતો તો નરમ માવા જેવો થશે, પણ અહીં તેમાં વિચારીને કરેલા થોડા ફેરફાર તમને વધુ આનંદીત કરે એવા છે. કાંદા, લીલા મરચાં અને આદૂની સાથે દૂધીને રાંધવાથી, આ રાઇતાને એક વિશિષ્ટ પ્રકારની સુગંધ મળે છે, ઉપરાંત ભુક્કો કરેલી મગફળી તેની સુવાસને વધુ મધુર બનાવી મોઢામાં પાણી છૂટે એવો બનાવે છે. છેલ્લે તેનો પારંપારિક વઘાર આ દૂધીના રાઇતાને ખુશ્બુદાર અને સ્વાદિષ્ટ બનાવે છે. આ રાઇતાને લજીજ પરોઠા અને બાજરા, મગ અને લીલા વટાણાની ખીચડી સાથે પીરસીને તેનો આનંદ માણો.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
Main Ingredients
વિધિ
- . એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં દૂધી, કાંદા, લીલા મરચાં, આદૂ અને ૩/૪ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી, પૅનને ઢાંકીને મધ્યમ તાપ પર ૧૦ મિનિટ સુધી અથવા પાણીનું બાષ્પીભવન થઇ જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લીધા પછી ઠંડું થવા બાજુ પર રાખો.
- હવે આ મિશ્રણને એક ઊંડા બાઉલમાં મૂકી તેમાં દહીં, મગફળી અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
- વઘાર તૈયાર કરવા માટે એક નાના નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કડીપત્તા મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- હવે આ વઘારને તૈયાર કરેલા દહીં-દૂધીના મિશ્રણ પર રેડી સારી રીતે મિક્સ કરી લો.
- તરત જ પીરસો.