બટાટાના પરોઠાનો ફ્રીજમાં સંગ્રહ | How To Freeze Aloo Parathas, How To Store Aloo Parathas
તરલા દલાલ દ્વારા
Added to 4 cookbooks
This recipe has been viewed 7365 times
આજકાલ લોકો વધુ સમય વ્યસ્ત રહેતા હોવાથી, કામ પરથી પાછા આવતા ભોજન બનાવવા માટે ભાગ્યે જ તેમને સમય મળે છે. આવા પ્રસંગે જ્યારે તમને સમય મળે ત્યારે કેટલીક વસ્તુઓ તૈયાર કરી, તેને રેફ્રીજરેટરમાં સંગ્રહ કરી રાખવાથી જ્યારે જરૂર પડે ત્યારે ટુંકા સમયમાં ઝડપથી ભોજન તૈયાર કરી શકાય.
આ રેસીપીમાં તમને સમજાવવામાં આવે છે કે આલૂ પરોઠાને કેવી રીતે ફ્રીજમાં સંગ્રહ કરી શકાય. પ્રથમ સ્વાદિષ્ટ પરોઠા તૈયાર કરી ખાવાની લાલચને રોકીને તેને અકબંધ કરવાનું વિચારવાનું છે. આમ કરવા માટે તમારે પરોઠાને સંપૂર્ણપણે ઠંડા પાડવાના છે, તે પછી તેને રેસીપી પ્રમાણે બંધ કરી રેફ્રીજરેટરમાં મૂકી રાખવા. અહીં રેસીપીમાં કાંદાનો ઉપયોગ કરવામાં નથી આવતો જેથી પરોઠા વધુ સમય સાચવી શકાય.
જો તમે આ રેસીપી પ્રમાણે પરોઠાનો સંગ્રહ કરશો તો તેને તમે એક મહીના સુધી રેફ્રીજરેટરમાં રાખી શકશો. તે ઉપરાંત અહીં બીજી એક વાતનું ખાસ ધ્યાન રાખશો કે ફ્રીઝરમાં ઘણી વસ્તુઓનો સંગ્રહ ન કરવો કારણ કે તેનાથી પરોઠાની સંગ્રહશક્તિને અસર થશે અને પરોઠા બગડવાની શક્યતા વધી જશે.
કણિક માટે- ૧ એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂરી પાણી મેળવી બહુ કઠણ નહીં બહુ નરમ નહીં એવી કણિક તૈયાર કરી બાજુ પર રાખો.
આગળની રીત- તૈયાર કરેલા પૂરણના ૧૦ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
- તે જ રીતે કણિકના પણ ૧૦ સરખા ભાગ પાડો.
- કણિકના એક ભાગને ૧૨૫ મી. મી. (૫”)વ્યાસના ગોળાકારમાં થોડા સૂકા ઘઉંના લોટની મદદથી વણી લો.
- હવે તેની પર પૂરણનો એક ભાગ તેની મધ્યમાં મૂકી તેની બાજુઓને વાળીને મધ્યમાં ભેગી કરી સજ્જડ રીતે બંધ કરી લો.
- તે પછી તેને ફરીથી ૧૦૦ મી. મી. (૪”) વ્યાસના ગોળાકારમાં થોડા સૂકા ઘઉંના લોટની મદદથી વણી લો.
- રીત ક્રમાંક ૩ થી ૫ પ્રમાણે બાકીના ૯ આલૂ પરોઠા તૈયાર કરી લો.
- હવે એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર દરેક પરોઠાને ૧૫ સેકંડ સુધી ૧/૪ ટીસ્પૂન તેલની મદદથી બન્ને બાજુએથી અડધા કાચા-પાકા શેકી લો.
- આમ અર્ધ-શેકેલા પરોઠાને એક મોટી થાળીમાં છુટા-છુટા ગોઠવીને સંપૂર્ણ ઠંડા થવા મૂકો.
- જ્યારે તે ઠંડા થઇ જાય, ત્યારે તેને ઢગલાબંધ ગોઠવવા માટે એકબીજાની વચ્ચે બટર પેપર મૂકી ઢગલી બનાવીને ફ્રીજરબેગમાં ભરી લો.
- ફ્રીજરબેગ પર વાનગીનું નામ તારીખ લખેલું એક લેબલ જરૂરથી ચીટકાડી દો. જ્યારે જરૂર પડે ત્યારે તેને વાપરો.
- જ્યારે તમે તેનો ઉપયોગ કરવાનો હો, ત્યારે તેમાં મૂકેલું બટર પેપર કાઢી લો.
- હવે એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર પરોઠાને મધ્યમ તાપ ૧ ટીસ્પૂન ઘી વડે બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
- ગરમ ગરમ પીરસો.
Other Related Recipes
બટાટાના પરોઠાનો ફ્રીજમાં સંગ્રહ has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe