You are here: Home> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન | પંજાબી વાનગીઓ | > લીલા વટાણાની પૂરી
લીલા વટાણાની પૂરી

Tarla Dalal
02 January, 2025
-9645.webp)

Table of Content
લીલા વટાણાની પૂરી એક મજેદાર નાસ્તાની વાનગી છે જેમાં અર્ધકચરેલા લીલા વટાણાને ખટ્ટાશવાળા લીંબુના રસ, તીખા લીલા મરચાં અને ખુશ્બુદાર જીરા વડે સ્વાદભર્યું બનાવવામાં આવ્યા છે અને આ પૂરણને ભતુરા જેવી કણિકમાં ભરીને તળવામાં આવી છે. લીલા વટાણાની પૂરી એક મજેદાર નાસ્તાની વાનગી છે જેમાં અર્ધકચરેલા લીલા વટાણાને ખટ્ટાશવાળા લીંબુના રસ, તીખા લીલા મરચાં અને ખુશ્બુદાર જીરા વડે સ્વાદભર્યું બનાવવામાં આવ્યા છે અને આ પૂરણને ભતુરા જેવી કણિકમાં ભરીને તળવામાં આવી છે. આ પૂરી ખૂબજ સ્વાદિષ્ટ છે કારણકે તેમાં વિવિધ પ્રકારના સ્વાદનો સંયોજન છે જે તમે સવારના નાસ્તા અથવા સાંજની ચા સાથે માણી શકો છો.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
કણિક માટે
2 1/4 કપ મેંદો (plain flour , maida)
1 ટેબલસ્પૂન દહીં (curd, dahi)
1/2 ટીસ્પૂન બેકિંગ પાવડર
1/2 ટેબલસ્પૂન ઘી (ghee)
મીઠું (salt) , સ્વાદાનુસાર
મિક્સ કરીને પૂરણ બનાવવા માટે
1/2 કપ બાફીને છૂંદેલા લીલા વટાણા
1/2 ટીસ્પૂન ઘી (ghee)
1/2 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
1 ટીસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
1/2 ટીસ્પૂન લીંબુનો રસ (lemon juice)
મીઠું (salt) , સ્વાદાનુસાર
1/2 ટીસ્પૂન મેંદો (plain flour , maida)
બીજી જરૂરી વસ્તુઓ
મેંદો (plain flour , maida) , વણવા માટે
તેલ ( oil ) , તળવા માટે
વિધિ
- મેંદાના લોટને ચાળણી વડે સારી રીતે ચાળી લો.
- તે પછી તેમાં બાકી રહેલી બધી વસ્તુઓ મેળવી જરૂરી હુંફાળું પાણી મેળવી નરમ કણિક તૈયાર કરો.
- આ કણિકને ૫ થી ૭ મિનિટ સુધી ગુંદી મલમલના કપડા વડે ઢાંકી ૧ કલાક માટે બાજુ પર રાખો.
- કણિકના ૧૮ સરખા ભાગ પાડો.
- એક ભાગને ૭૫ મી. મી. (૩”)ના ગોળાકારમાં મેંદાના લોટની મદદથી વણી લો.
- આ ગોળાકારની મધ્યમાં ૧ ટીસ્પૂન જેટલું પૂરણ મૂકો.
- તેની દરેક બાજુ મધ્યમાં વાળી સખત રીતે બંધ કરી લો.
- તેને ફરીથી ૧૦૦ મી. મી. (૪”)ના ગોળાકારમાં મેંદાના લોટની મદદથી વણી લો.
- રીત ક્રમાંક ૨ થી ૫ પ્રમાણે બાકીની ૧૭ પૂરી તૈયાર કરી લો.
- એક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં એક સમયે થોડી-થોડી પૂરી નાંખી, તે બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લીધા પછી બહાર કાઢી સૂકી થવા ટીશ્યુ પેપર પર મૂકો.
- તરત જ પીરસો.
- એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં જીરૂ નાંખો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં લીલા મરચાં મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં લીલા વટાણા, લીંબુનો રસ અને મીઠું મેળવી, મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેની પર મેંદાનો લોટ છાંટી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ અથવા મિશ્રણ સૂકું થાય ત્યાં સુધી રાંધી બાજુ પર રાખો.