You are here: Home> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ભારતીય મીઠાઈ | ઈંડા વગરની ભારતીય મીઠાઈ > વિવિધ પ્રકારના શેરા, બરફી , હલવો > ચણા ના લોટ નો શીરો
ચણા ના લોટ નો શીરો

Tarla Dalal
02 January, 2025
-15274.webp)

Table of Content
ચણા ના લોટ નો શીરો | બેસન નો હલવો | ભારતીય મીઠી રેસીપી | besan sheera in gujarati | with 26 amazing images.
ચણાનો લોટ સામાન્ય રીતે વાનગીને ઘટ્ટ બનાવામાં ઉપયોગી થાય છે. આ ચણા ના લોટ નો શીરો બનાવવો બહુ સરળ છે અને તે જલ્દી પણ તૈયાર થાય છે. કોઇ ખાસ કાર્યક્રમ કે પાર્ટીમાં કે પછી એકાએક પધારેલા મહેમાનો માટે આ શીરો તમે ઝટપટ તૈયાર કરી શકો છો.
અહીં ખાસ યાદ રાખવું કે ચણાના લોટને સારી રીતે શેકી લેવું જેથી તેની દુર્ગંધ જતી રહે અને તેને ગરમ ગરમ જ પીરસવો.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
ચણા ના લોટ નો શીરો માટે
3/4 કપ ચણાનો લોટ ( besan )
3/4 કપ દૂધ (milk)
5 ટેબલસ્પૂન ઘી (ghee)
3/4 કપ સાકર (sugar)
1/4 ટીસ્પૂન એલચીનો પાવડર (cardamom (elaichi) powder)
1 ટેબલસ્પૂન સમારેલી બદામ
1 ટેબલસ્પૂન સમારેલા પિસ્તા
સજાવવા માટેની સામગ્રી
1 ટેબલસ્પૂન સમારેલી બદામ
1 ટેબલસ્પૂન સમારેલા પિસ્તા
વિધિ
- ચણા ના લોટ નો શીરો બનાવવા માટે, એક બાઉલમાં ચણાનો લોટ, ૨ ટેબલસ્પૂન દૂધ અને ૧ ટેબલસ્પૂન ઘી મેળવી સારી રીતે મસળી અને ગુંદીને કણિક જેવું તૈયાર કરો. તેને ૧૦ મિનિટ માટે બાજુ પર રાખો.
- આ કણિકને છીણી વડે જીણું ખમણી લો અને બાજુ પર રાખો.
- એક ખુલ્લા વાસણમાં બાકી રહેલું ઘી ગરમ કરી, તેમાં છીણેલા લોટનું મિશ્રણ મિક્સ કરી, ધીમા તાપ પર ૮ થી ૧૦ મિનિટ સુધી, સતત હલાવતા રહી, રાંધીને બાજુ પર રાખો.
- હવે બાકી રહેલું દૂધ અને ૩/૪ કપ પાણી એક ઊંડી કઢાઇમાં ગરમ કરી, તેમાં તૈયાર કરેલું લોટનું મિશ્રણ મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
- સાકર, એલચીનો પાવડર, બદામ અને પિસ્તા ઉમેરો અને મધ્યમ તાપ પર સતત હલાવતા રહી ૭ થી ૮ મિનિટ સુધી રાંધો.
- ચણાના લોટના શીરાને બદામ અને પિસ્તા વડે સજાવીને ગરમ ગરમ પીરસો.