You are here: Home> વિવિધ વ્યંજન > મેક્સીકન મુખ્ય ભોજન > બરીટો બોલ ની રેસીપી
બરીટો બોલ ની રેસીપી

Tarla Dalal
02 January, 2025


Table of Content
બરીટો બોલ નામ ભલે અટપટું છે, પણ ખરેખર તે બનાવવામાં વધુ સમય લાગતો નથી. આ ઉપરાંત તે ધરાઇને એક જ વાનગીથી પૂર્ણ જમણનો અનુભવ કરાવે એવું છે, તેથી તેની બનાવવાની મહેનતનું પૂરેપૂરું વળતર મળી રહે એમ કહી શકાય. આમ તો તે ભાતમાં રંગીન શાકભાજી, કેચપ અને પ્રમાણસર મસાલા, રિફ્રાઇડ બીન્સ, સાર ક્રીમ અને બીન રાંધેલા સાલસા વડે બનાવી તેની પર ટોપીંગ પાથરતા પહેલા ચીઝ અને અન્ય વસ્તુઓ વડે સજાવી એક વાનગીનો સંતોષ મળે એવું મજેદાર તૈયાર થાય છે.
રિફ્રાઇડ બીન્સ મેક્સિકન વાનગીમાં વધુ વપરાય છે અને બજારમાં સહેલાઇથી મળી રહે છે, પણ ટમેટા, લીલા કાંદા અને રાંધેલા રાજમા વડે જો ઘરે જ બનાવશો, તો તૈયાર મળતા રિફ્રાઇડ બીન્સ કરતા વધુ ખશ્બુદાર બનાવી શકશો. દરેક બોલ અલગ-અલગ તૈયાર કરવો જેથી દરેકને સરખા પ્રમાણમાં પીરસી શકાય અને તૈયાર કરી તરત જ પીરસવા જેથી તેનો વધુ આનંદ માણી શકાય.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
બરીટો બોલ ની રેસીપી બનાવવા માટે
ભાત માટે
2 1/2 કપ પલાળીને રાંધેલા બાસમતી ભાત (soaked and cooked long grain rice (Basmati chawal)
2 ટેબલસ્પૂન તેલ ( oil )
2 ટીસ્પૂન સમારેલું લસણ (chopped garlic)
2 ટીસ્પૂન સૂકા લાલ મરચાંના ફ્લેક્સ્ (dry red chilli flakes)
1/2 કપ સ્લાઇસ કરેલા કાંદા (sliced onions)
3/4 કપ સમારેલા સિમલા મરચાં (chopped capsicum)
1/2 કપ બાફેલા મીઠી મકાઇના દાણા ( boiled sweet corn kernels (makai ke dane)
2 ટેબલસ્પૂન ટમેટો કેચપ
મીઠું (salt) , સ્વાદાનુસાર
રિફ્રાઇડ બીન્સ માટે
1 1/2 કપ બાફીને છૂંદેલા રાજમા
1 ટેબલસ્પૂન તેલ ( oil )
1 ટીસ્પૂન સમારેલું લસણ (chopped garlic)
2 ટીસ્પૂન સૂકા લાલ મરચાંના ફ્લેક્સ્ (dry red chilli flakes)
1/2 કપ સમારેલા લીલા કાંદા (chopped spring onions)
કપ સમારેલા ટામેટા (chopped tomatoes)
1/4 કપ ટમેટો કેચપ
1/2 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder) (ફરજિયાત નથી)
મીઠું (salt) , સ્વાદાનુસાર
મિક્સ કરીને સાર ક્રીમ મેળવવા માટે
1 કપ ચક્કો દહીં
2 ટીસ્પૂન તેલ ( oil )
મીઠું (salt) અને
કાચા સાલસા માટે
1 કપ સમારેલા ટામેટા (chopped tomatoes)
1/2 કપ સમારેલા કાંદા (chopped onions)
1 ટીસ્પૂન સૂકા લાલ મરચાંના ફ્લેક્સ્ (dry red chilli flakes)
1 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander) (ફરજિયાત નથી)
મીઠું (salt) , સ્વાદાનુસાર
બીજી જરૂરી વસ્તુઓ
વિધિ
- એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ મેળવી સારી રીતે મિક્સ કરી ચમચાના પાછળના ભાગ વડે છુંદીને બાજુ પર રાખો.
- ભાતના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
- રિફ્રાઇડ બીન્સના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
- સાર ક્રીમના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
- કાચા સાલસાના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
- હવે પીરસતા પહેલાં, એક મોટા સર્વિંગ બાઉલમાં ભાતનો એક ભાગ મૂકી ચમચાના પાછળના ભાગ વડે તેને હલકા હાથે દબાવી લો.
- હવે તેની પર રિફ્રાઇડ બીન્સનો એક ભાગ મૂકી ફરીથી તેને ચમચાના પાછળના ભાગ વડે તેને હલકા હાથે દબાવી લો.
- તે પછી તેની પર સાર ક્રીમનો એક ભાગ મૂકી ચમચાના પાછળના ભાગ વડે સરખી રીતે પાથરી લો.
- હવે તેની પર કાચા સાલસાનો એક ભાગ મૂકી સરખી રીતે પાથરી લો.
- છેલ્લે તેની પર ૧/૨ ટેબલસ્પૂન લીલા કાંદાનો લીલો તથા સફેદ ભાગ સરખી રીતે છાંટી તેની પર ૧ ટેબલસ્પૂન ખમણેલું ચીઝ અને ૧/૪ કપ કરકરો ભુક્કો કરેલી કોર્ન ચીપ્સ પણ છાંટી લો.
- રીત ક્રમાંક ૫ થી ૯ મુજબ બીજા વધુ ૩ સર્વિંગ બાઉલ તૈયાર કરો.
- તરત જ પીરસો.
- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં લસણ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં સૂકા લાલ મરચાંના ફ્લેક્સ તથા કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં સિમલા મરચાં મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- હવે તેમાં મીઠી મકાઇના દાણા મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ભાત, ટમેટા કેચપ અને મીઠું મેળવી હળવેથી મિક્સ કરી મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૨ મિનિટ સુધી રાંધી લીધા પછી બાજુ પર રાખો.
- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં લસણ અને સૂકા લાલ મરચાંના ફ્લેક્સ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં લીલા કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ટમેટા મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ટમેટાને ચમચાના પાછળના ભાગ વડે હલકા હાથે છુંદતા રહી ૨ મિનિટ સુધી રાંધી લો.
- તે પછી તેમાં ટમેટા કેચપ, રાજમા, મરચાં પાવડર, મીઠું અને ૧ ટેબલસ્પૂન પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૨ મિનિટ સુધી રાંધીને બાજુ પર રાખો.