ઘઉંના ફાડિયાના પૅનકેક | Bulgur Wheat Pancakes, Dalia Chilla
તરલા દલાલ દ્વારા
Added to 210 cookbooks
This recipe has been viewed 7702 times
ઘઉંના ફાડિયાના પૅનકેક એક મજેદાર નાસ્તાની વાનગી છે, કારણકે તે આપણને જરૂર પૂરતાં પ્રમાણમાં કૅલરી અને પ્રોટીન પૂરા પાડે છે. આપણા શરીરને કેલ્શિયમની પણ જીરૂરત રહે છે, જે આ વાનગીમાં ઉમેરવામાં આવેલા દહીં વડે મળી રહે છે. સુવાવડવાળી સ્ત્રીના બીજા ત્રિમાસીક ગાળામાં આ પૅનકેક અતિ આદર્શ વાનગી ગણી શકાય, કારણ કે આ પૅનકેકમાં સારી માત્રામાં ફાઇબર છે, ઉપરાંત તે તમારી પાચનક્રિયાની મુશ્કેલી સહેલાઇથી દૂર કરે છે.
Method- એક બાઉલમાં જરૂરી ગરમ પાણી લઇ તેમાં ઘઉંના ફાડિયા ૧૦ થી ૧૫ મિનિટ સુધી પલાળી રાખ્યા બાદ નીતારી લો.
- હવે આ પલાળેલા ઘઉંના ફાડિયામાં દહીં અને ૧/૪ કપ પાણી મેળવી તેને મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ તૈયાર કરો.
- આ પેસ્ટને એક બાઉલમાં કાઢી લીધા પછી તેમાં કોબી, ઘઉંનો લોટ, ચણાનો લોટ, લીલા મરચાં, હીંગ, મીઠું, કોથમીર અને ૧/૪ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- હવે એક મિની ઉત્તાપાના પૅનને ગરમ કરી તેની પર ૧/૪ ટીસ્પૂન તેલ ચોપડી લો.
- તે પછી દરેક મોલ્ડમાં એક ચમચા જેટલું ખીરૂ રેડી, ૭૫ મી. મી. (૩”)ના વ્યાસના ગોળાકાર પૅનકેક તૈયાર કરો. આ રીતે એક સાથે તમે ૭ પૅનકેક તૈયાર કરી શકશો.
- ૧ ટીસ્પૂન તેલનો ઉપયોગ કરીને, બધા પૅનકેકને રાંધવા, જ્યાં સુધી તે બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન રંગનો ન થાય.
- વધુ એક બેચમાં ૭ વધુ પેનકેક બનાવવા માટે ૪ થી ૬ પગલાંને પુનરાવર્તિત કરો.
- લીલી ચટણી સાથે ગરમ ગરમ પીરસો.
Other Related Recipes
ઘઉંના ફાડિયાના પૅનકેક has not been reviewed
2 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
n_katira,
January 05, 2015
Nice and quick pancakes, ready in a jiffy for mums-to-be...Moreover its multi-nutrient, hence suitable for all the 3 trimesters.
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe