મેનુ

You are here: Home> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ >  ભારતીય મીઠાઈ | ઈંડા વગરની ભારતીય મીઠાઈ >  લૉ કૅલરી મીઠાઇ / ડૅઝર્ટસ્ >  બદામ બેરિ અને નાળિયેરનું કેક

બદામ બેરિ અને નાળિયેરનું કેક

Viewed: 5631 times
User 

Tarla Dalal

 02 January, 2025

Image
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK
बादाम बेरी और नारियल का केक की रेसिपी - हिन्दी में पढ़ें (Almond Berry and Coconut Cake, For Fitness and Weight Loss in Hindi)

Table of Content

આ બદામ બેરિ અને નાળિયેરનું કેક તમારી સ્વાદેન્દ્રિય તેજ કરે એવું રૂચિકર તથા ઉત્તમ સુગંધ ધરાવતું છે. આ અજોડ કેકમાં બદામનો લોટ, નાળિયેર, કોળાના બીજ, સૂર્યમુખીના બીજ અને મધનું સંયોજન છે જે બજારમાં મળતા મેંદા અને સાકરના કેકથી અલગ છે.

અહીં મેળવેલી બધી વસ્તુઓ તમારા શરીર માટે આરોગ્યવર્ધક છે. બદામમાં ચરબી, ફાઇબર, પ્રોટીન, મેગ્નેસિયમ અને વિટામીન-ઇ છે, જે શરીરમાં સાકરના પ્રમાણને ઓછું કરી બલ્ડપ્રેશરને દાબમાં રાખીને કોલેસ્ટ્રોલને કાબુમાં રાખે છે. નાળિયેરમાં મિડિયમ ચેઇન ટ્રાયગ્લીસરાઇડ હોય છે જે આંતરડા માર્ગે યુકૃતમાં પહોંચી તરત જ ઉર્જા આપે છે. અહીં બેરિ એક ખાસ મહત્વની છે કારણકે તેમાં ફાયટોકેમિકલ્સ (phytochemicals) છે જે આપણા શરીરમાં નુકશાન પામતા કોષોને અટકાવે છે.

કોળાના બીજમાં પણ એન્ટીઓક્સિડંટ (antioxidants) છે, જ્યારે બેરિમાં મીઠાશ છે પણ મધુમેહમાં વધારો કરે એટલી મીઠાશ તેમાં નથી. મધ સાથે બેરિ આ કેકને મજેદાર મીઠાશ આપે છે, છતાં જો તમને વધુ મીઠાશ જોઇતી હોય તો તેમાં મધનું પ્રમાણ વધારી શકો છો. આ પૌષ્ટિક કેક પોતાનું વજન બાબત ધ્યાન રાખનારા અને રમતવીરો માટે અતિ ઉત્તમ છે. આ કેક કોઇપણ સમયે નાસ્તા તરીકે અથવા ભોજનના અંતે માણી શકાય એવા છે.

આવી જ બીજી પૌષ્ટિક વાનગીઓ જેવી કે બદામનું બ્રેડ અને બ્રોકન વીટ ઉપમા જરૂરથી અજમાવજો.

Preparation Time

None Mins

Cooking Time

None Mins

Total Time

None Mins

Makes

None None

સામગ્રી

વિધિ

  1. બદામને પર્યાપ્ત ગરમ પાણીમાં પલાળી, ઢાંકણ વડે ઢાંકીને ૧ કલાક સુધી બાજુ પર મૂકી રાખ્યા પછી નીતારીને તેની છાલ કાઢી લો.
  2. તે પછી બદામની સાથે આખુ મીઠું મેળવી મિક્સરમાં સારી રીતે ફેરવી લીધા પછી તેને બાજુ પર રાખો.
  3. હવે એક ઊંડા બાઉલમાં નાળિયેરનું તેલ, મધ, વેનીલા એક્સટ્રેક્ટ અને ૧ ટેબલસ્પૂન પાણી મેળવી સપાટ ચમચા (spatula) વડે સારી રીતે મિક્સ કરી લો.
  4. હવે તેમાં બાકી રહેલી વસ્તુઓ સાથે બદામનું મિશ્રણ મેળવી સ્પેટુલા (spatula) વડે સારી રીતે મિક્સ કરી લો.
  5. હવે એક ૧૭૫ મી. મી. (૭”) વ્યાસના ગોળ એલ્યુમિનિયમના ટીનમાં નાળિયેરનું તેલ ચોપડી, તેમાં તૈયાર કરેલું મિશ્રણ મૂકો અને સ્પેટુલા (spatula) વડે સમતલ કરી લો. તે પછી તેને આગળથી ગરમ કરેલા ઑવનમાં ૨૦૦° સે (૪૦૦° ફે) તાપમાન પર ૨૦ મિનિટ સુધી બેક કરી લો.
  6. ગરમ ગરમ પીરસો.

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ