You are here: Home> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ભારતીય સૂપ રેસીપી, વેજ સૂપ > ક્રીમી સૂપ > પાલક ફૂદીનાનું સૂપ | પાલક નું સૂપ | પૌષ્ટિક સૂપ | spinach and mint soup in gujarati |
પાલક ફૂદીનાનું સૂપ | પાલક નું સૂપ | પૌષ્ટિક સૂપ | spinach and mint soup in gujarati |

Tarla Dalal
02 January, 2025


Table of Content
પાલક ફૂદીનાનું સૂપ | પાલક નું સૂપ | પૌષ્ટિક સૂપ | spinach and mint soup in gujarati |
મજેદાર સ્વાદ અને ગુણકારી વસ્તુઓ વડે બનતું આ સૂપ પાલક અને લીલા કાંદાના લીલા પાનની પૌષ્ક્તાથી ભરપુર છે. કોથમીર અને ફૂદીનાના ગુણ પણ તેની પૌષ્ટિકતામાં ઉમેરો કરે છે. જાયફળ અને કાળા મરી સૂપની ખુશ્બુને ફક્ત વધારતા નથી પણ તેમાં રહેલી રોગ પ્રતિકાર શક્તિથી સૂપને વધુ પૌષ્ટિક બનાવે છે.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
Main Ingredients
1 1/2 કપ પાતળી લાંબી સમારેલી પાલક
12 ફૂદીનાના પાન
2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
1/2 કપ સમારેલા લીલા કાંદાના પાન (chopped spring onion greens)
2 ટેબલસ્પૂન માખણ (butter, makhan)
2 ટેબલસ્પૂન મેંદો (plain flour , maida)
2 જાયફળનું પાવડર (nutmeg (jaiphal) powder)
1/2 ટીસ્પૂન તાજો પીસેલો કાળા મરીનો પાવડર (freshly ground black pepper)
1/4 કપ તાજું ક્રીમ (fresh cream)
મીઠું (salt) , સ્વાદાનુસાર
વિધિ
- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં પાલક, ફૂદીનો, કોથમીર. લીલા કાંદાના લીલા પાન અને ૪ કપ પાણી મેળવી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી રાંધી લો. તેને ઠંડા પાણી વડે ધોઇને નીતારીને બાજુ પર રાખો.
- મિશ્રણ ઠંડું થાય, ત્યારે તેને મિક્સરમાં ફેરવી નરમ સુંવાળી પ્યુરી તૈયાર કરી બાજુ પર રાખો.
- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી તેમાં મેંદો નાંખી, ઘીમા તાપ પર થોડા-થોડા સમયે હલાવતા રહી ઉપર ફીણ થાય ત્યાં સુધી રાંધી લો.
- તે પછી તેમાં તૈયાર કરેલી પ્યુરી, ૩/૪ કપ પાણી, જાયફળ પાવડર, મરી પાવડર, ફ્રેશ ક્રીમ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરીને મધ્યમ તાપ પર સતત હલાવતા રહી ૨ થી ૩ મિનિટ સુધી રાંધી લો.
- ગરમ ગરમ પીરસો.