જીરા-મરીવાળું રસમ | રસમ રેસિપી | સાઉથ ઈન્ડિયન રસમ | Jeera- Pepper Rasam, Milagu Rasam Recipe
તરલા દલાલ દ્વારા
ज़ीरा-पैपर रसम - हिन्दी में पढ़ें (Jeera- Pepper Rasam, Milagu Rasam Recipe in Hindi)
Added to 49 cookbooks
This recipe has been viewed 5097 times
જીરા-મરીવાળું રસમ | રસમ રેસિપી | સાઉથ ઈન્ડિયન રસમ | jeera- pepper rasam in gujarati |
ઠંડીના દીવસોમાં પીરસી શકાય એવું આદર્શ છે આ રસમ. જીરા-મરીવાળું રસમ એક રોગનાશક અને સામાન્ય તાવ જેવા લક્ષણ વખતે ખાસ લઇ શકાય એવું છે. ઘણા લોકો તેને મોટા ઘૂંટડા ભરીને કે પછી કપમાં ભરીને પીવાનું પસંદ કરે છે, જ્યારે કેટલાક લોકો તેને ભાત અને વિપુલ પ્રમાણમાં ઘી સાથે લેવાનું પસંદ કરે છે. વિભિન્ન રસમની રેસીપી પણ જેમ લસણવાળું રસમ અને રસમ.
મસાલા માટે- એક નાના નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં બધી વસ્તુઓ મેળવી ધીમા તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી અથવા તેની સુગંધ પ્રસરવા માંડે ત્યાં સુધી સતત હલાવતા રહી સાંતળી લો.
- તેને થોડું ઠંડું પાડ્યા પછી ૨ ટેબલસ્પૂન પાણી સાથે મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ તૈયાર કરી બાજુ પર રાખો.
આગળની રીત- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં રાઇ મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં જીરૂ, લાલ મરચાં અને કડી પત્તા મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં આમલીનું પાણી અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી ૪ થી ૫ મિનિટ સુધી અથવા આમલીની કાચી સુવાસ લુપ્ત થઇ જાય ત્યાં સુધી રાંધી લો.
- તે પછી તેમાં તૈયાર કરેલી પેસ્ટ મેળવી, સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર વધુ ૨ મિનિટ સુધી રાંધી ગરમ-ગરમ પીરસો.
Other Related Recipes
Accompaniments
જીરા-મરીવાળું રસમ | રસમ રેસિપી | સાઉથ ઈન્ડિયન રસમ | has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
Mruga D,
August 19, 2014
Perfect Recipe on a Rainy Day...u can have it as a soup too....I enjoyed it...
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe