દહીંવાળી તુવેર દાળ રેસીપી | હેલ્ધી તુવેર દાળ | ગુજરાતી તુવેર દાળ | Dahiwali Toovar Dal
તરલા દલાલ દ્વારા
Added to 234 cookbooks
This recipe has been viewed 6285 times
દહીંવાળી તુવેર દાળ રેસીપી | હેલ્ધી તુવેર દાળ | ગુજરાતી તુવેર દાળ | dahiwali toovar dal in Gujarati | with 26 amazing images.
દહીંવાળી તુવર દાળમાં સારા પ્રમાણમાં કેલ્શિયમ, પ્રોટીન તથા ફોસ્ફરસ હોવાથી તે શરીરના હાડકા માટે અતિ ઉપયોગી છે.
આ દાળ બનાવવામાં પણ અતિ સરળ છે. દાળને પ્રેશર કુકરમાં બાફી વઘાર કરીને ઉકાળી લો, એટલે દાળ તૈયાર. મલ્ટિગ્રેન રોટી સાથે આ દહીંવાળી તુવર દાળની મજા ઓર જ મળશે.
દહીંવાળી તુવર દાળની રેસીપી બનાવવા માટે- એક ઊંડા બાઉલમાં દાળને ધોઇ લીધા પછી જરૂરી પાણીમાં ૨ કલાક સુધી પલાળી રાખ્યા બાદ નીતારી લો.
- પ્રેશર કુકરમાં દાળની સાથે મીઠું, હળદર અને ૧ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૨ સીટી સુધી રાંધી લો.
- પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો, તે પછી તેને બાજુ પર રાખો.
- હવે એક નાના બાઉલમાં ચણાના લોટ સાથે દહીં મેળવી સારી રીતે જેરી લીધા પછી તેને બાજુ પર રાખો.
- એક ઊંડા નોન-સ્ટીક પેનને મધ્યમ આંચ પર ગરમ કરી જીરૂ નાંખો અને લગભગ ૩૦ સેકંડ સુધી સૂકી શેકી લો.
- તે પછી તેમાં કાંદા મેળવીને મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી અથવા તો તે હલકા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સાંતળી લો. જો મિશ્રણ બળવા આવે તો થોડું પાણી છંટો.
- તે પછી તેમાં રાંધેલી દાળ, મરચાં પાવડર, ધાણા પાવડર અને જીરા પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- હવે તાપને ધીમો પાડી તેમાં તૈયાર કરેલો દહીં-ચણાના લોટનું મિશ્રણ, ૧/૨ કપ પાણી અને થોડું મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર વધુ ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- કોથમીર વડે સજાવીને તરત જ પીરસો.
Other Related Recipes
દહીંવાળી તુવર દાળ રેસીપી has not been reviewed
2 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
Healthy Eating,
July 31, 2012
Toovar dal with curds makes a healthy, very tasty spiced dal.
1 of 1 members found this review helpful
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe