ભાતના પુડલા રેસીપી | વધેલા ભાત ના પેનકેક | Cooked Rice Pancakes, Leftover Rice Pancakes
તરલા દલાલ દ્વારા
Added to 429 cookbooks
This recipe has been viewed 8548 times
ભાતના પુડલા રેસીપી | વધેલા ભાત ના પેનકેક | cooked rice pancakes in Gujarati | with 19 amazing images.
પ્રસ્તુત છે તમારા આગલી રાતના વધેલા ભાતમાથી એક પૌષ્ટિક સવારનો નાસ્તો બનાવવાની રીત. ભાતને ચણાના લોટમાં મેળવી બનાવેલા ખીરામાંથી વધેલા ભાત ના પેનકેક બને છે. તેમાં ઉમેરાયેલા શાકને કારણે તે કરકરા અને પૌષ્ટિક બને છે જ્યારે લીલા મરચાં અને કોથમીર તેને ચટાકેદાર બનાવે છે. કોથમીર અને લીલી લસણની ચટણી સાથે સવારના નાસ્તામાં ખાઓ અને તમે કલાકો માટે તૃપ્ત રહેશો.
ભાતના પુડલા માટે ટિપ્સ: ૧. પુડલાને સારી રીતે ફેલાવવા માટે ખીરૂ જાડું હોવુ જોઈએ. પાણીની માત્રા વપરાયેલા લોટની ગુણવત્તા પર આધાર રાખે છે. તેથી જો ખીરૂ ખૂબ જાડું હોય, તો ખૂબ ઓછું પાણી ઉમેરો. ૨. જો ખીરૂ સહેજ પાતળું થઈ જાય તો ૧ થી ૨ ટેબલસ્પૂન ચણાનો લોટ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. ૩. ગાજર, કોબી અને લીલા કાંદાને સમારેલી મેથી અથવા સમારેલી પાલક જેવી કોઈપણ ભાજીથી બદલી શકાય છે. ૪. તેને ધાન્યના લોટમાં રહેલા ગ્લૂટનથી મુક્ત બનાવવા માટે ચોખાનો લોટ અથવા રાગી અથવા બાજરી જેવા અન્ય લોટ ઉમેરો. ૫. શરૂઆતમાં ખીરૂ ફેલાવ્યા બાદ તેને થોડી વાર માટે રાંધવા દો. તેને ખૂબ જલ્દીથી ફેરવવા અથવા વઘારે વખત ફેરવવાથી ભાતના પુડલા તૂટી જશે. ૬. તેની રચનાનો આનંદ લેવા માટે તરત પીરસવાની સલાહ આપવામાં આવે છે.
Method- એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી, સારી રીતે મિક્સ કરી, જરૂરી પાણી મેળવી, રેડી શકાય તેવું ખીરૂ બનાવો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી ૧/૪ ટીસ્પૂન તેલ ચોપડો.
- તેના પર એક ચમચો ભરીને ખીરૂ રેડી તેને ચમચા વડે ગોળ ફેરવીને ૧૦૦ મી. મી. (૪”) વ્યાસનો ગોળાકાર બનાવો.
- હવે પૅનકેકને બન્ને બાજુએથી, ૧/૨ ટીસ્પૂન તેલની મદદથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
- હવે બાકીની ૯ પૅનકેક રીત ક્રમાંક ૩ અને ૪ પ્રમાણે બનાવી લો.
- કોથમીર અને લીલી લસણની ચટણીની સાથે ગરમ ગરમ પીરસો.
વિગતવાર ફોટો સાથે ભાતના પુડલા રેસીપી
-
જો તમને ભાતના પુડલા રેસીપી | વધેલા ભાત ના પેનકેક | cooked rice pancakes in Gujarati | ગમે તો, પછી ભારતીય પેનકેક વાનગીઓનો અમારો સંગ્રહ જુઓ. નીચે આપણને ગમતી કેટલીક રેસીપીઓ છે.
-
ભાતના પુડલા કંઈ સામગ્રીથી બને છે? ભાતના પુડલા ૨ કપ આગલા દિવસના વધેલા ભાત, ૫ ટેબલસ્પૂન ખમણેલા ગાજર, ૫ ટેબલસ્પૂન સમારેલા લીલા કાંદાનો સફેદ અને લીલો ભાગ, ૧/૨ કપ પાતળી લાંબી કાપેલી કોબી, ૧/૪ કપ ઘઉંનો લોટ, ૧/૨ કપ ચણાનો લોટ, ૧/૨ ટીસ્પૂન હળદર, ૧/૪ ટીસ્પૂન હીંગ, ૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં, ૨ ટેબલસ્પૂન લૉ ફેટ દહીં, ૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર, સ્વાદાનુસાર મીઠું અને ચોપડવા અને શેકવા માટે ૫ ૧/૪ ટીસ્પૂન તેલથી બને છે.
-
પુડલાને સારી રીતે ફેલાવવા માટે ખીરૂ જાડું હોવુ જોઈએ. પાણીની માત્રા વપરાયેલા લોટની ગુણવત્તા પર આધાર રાખે છે. તેથી જો ખીરૂ ખૂબ જાડું હોય, તો ખૂબ ઓછું પાણી ઉમેરો.
-
જો ખીરૂ સહેજ પાતળું થઈ જાય તો ૧ થી ૨ ટેબલસ્પૂન ચણાનો લોટ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
-
ગાજર, કોબી અને લીલા કાંદાને સમારેલી મેથી અથવા સમારેલી પાલક જેવી કોઈપણ ભાજીથી બદલી શકાય છે.
-
તેને ધાન્યના લોટમાં રહેલા ગ્લૂટનથી મુક્ત બનાવવા માટે ચોખાનો લોટ અથવા રાગી અથવા બાજરી જેવા અન્ય લોટ ઉમેરો.
-
શરૂઆતમાં ખીરૂ ફેલાવ્યા બાદ તેને થોડી વાર માટે રાંધવા દો. તેને ખૂબ જલ્દીથી ફેરવવા અથવા વઘારે વખત ફેરવવાથી ભાતના પુડલા તૂટી જશે.
-
તેની રચનાનો આનંદ લેવા માટે તરત પીરસવાની સલાહ આપવામાં આવે છે.
-
ભાતના પુડલાનું ખીરૂ તૈયાર કરવા માટે | વધેલા ભાત ના પેનકેક | cooked rice pancakes in Gujarati | એક ઊંડા બાઉલમાં ૨ કપ વધેલા ભાત લો. જો તમે ફ્રિજમાં મુકેલા ભાતનો ઉપયોગ કરી રહ્યા છો અને તે નરમ નહીં હશે, તો થોડું પાણી છાંટો અને તેમને એક મિનિટ માટે માઇક્રોવેવ કરો અને તેમને સરસ રીતે તોડો.
-
ખમણેલું ગાજર ઉમેરો.
-
સમારેલા લીલા કાંદાનો સફેદ અને લીલો ભાગ ઉમેરો.
-
પાતળી લાંબી કાપેલી કોબી ઉમેરો. તમે તમારી પસંદગીની કોઈપણ શાકભાજી ઉમેરી શકો છો જે સરળતાથી ઉપલબ્ધ હોય છે, ફક્ત તેને બારીક કાપો અથવા તેને પાતળી લાંબી કાપી નાખો, જેથી તમે ભાતના પુડલાનું ખીરૂ તોડ્યા વગર સરળતાથી ફેલાવી શકો. બારીક સમારેલી મેથીના પાન, પાલકના પાન, શિમલા મરચા, કાપેલા બીટરૂટ, ગાજર, મૂળા અને દૂઘીનું શાક મારી પ્રિય શાકભાજી છે.
-
ઘઉંનો લોટ ઉમેરો. પુડલાને ધાન્યના લોટમાં રહેલા ગ્લૂટનથી મુક્ત બનાવવા માટે ચોખાનો લોટ અથવા રાગી અથવા બાજરી જેવા અન્ય લોટ ઉમેરો.
-
ચણાનો લોટ ઉમેરો. ચણાનો લોટ બંધનકર્તા એજન્ટ તરીકે કામ કરે છે, ભાતના પુડલા બનાવવા માટેના બાકીના તમામ ઘટકોને સરળતાથી એકસાથે લાવે છે.
-
હળદર અને હિંગ ઉમેરો. હિંગ આંતરડાના વાયુની રચનાને અટકાવે છે અને સામાન્ય રીતે ભાતના કારણે થતી પાચનની ખામીને પણ દૂર કરે છે.
-
ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરો. જો તમે આ બાળકો માટે બનાવી રહ્યા છો તો સમારેલા મરચાં ઉમેરવાનું ટાળો અને તેના બદલે લાલ મરચું પાવડર અથવા લીલા મરચાંની પેસ્ટ ઉમેરો.
-
દહીં ઉમેરો. મેં ઘરે બનાવેલા તાજા દહીંનો ઉપયોગ કર્યો છે. તેઓ ભાત ના પુડલાને નરમ બનાવવામાં મદદ કરે છે.
-
ઝીણી સમારેલી કોથમીર ઉમેરો.
-
સ્વાદ પ્રમાણે મીઠું અને આશરે ૧ કપ પાણી ઉમેરો. જો ભૂલથી તમે વધુ પાણી ઉમેરી દો અનેખીરૂ ખૂબ જ પાતળું દેખાય છે તો ૧ ટેબલસ્પૂન ચણાનો લોટ ઉમેરો. ઉપરાંત, ઘણા લોકોને ભાત રાંધતી વખતે મીઠું ઉમેરવાની આદત હોય છે, તેથી આ તબક્કે તે મુજબ મીઠું ઉમેરો.
-
એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરો અને સારી રીતે મિક્સ કરો જેથી રેડી શકાય તેવું ખીરૂ બને.
-
ભાતના પુડલા બનાવવા માટે | વધેલા ભાત ના પેનકેક | cooked rice pancakes in Gujarati | એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી ૧/૪ ટીસ્પૂન તેલ ચોપડો.
-
તેના પર એક ચમચો ભરીને ખીરૂ રેડો.
-
તેને ચમચા વડે ગોળ ફેરવીને ૧૦૦ મી. મી. (૪”) વ્યાસનો ગોળાકાર બનાવો.
-
એક બાજુ શેકો અને ૧/૨ ટીસ્પૂન તેલ લગાવો. ભાતના પુડલાને મધ્યમ અથવા ઓછા તાપ પર શેકવું મહત્વપૂર્ણ છે કારણ કે તે બહારથી તરત જ બ્રાઉન થઈ શકે છે અને અંદરથી કાચ્ચુ રહી શકે છે.
-
તેને કાળજીપૂર્વક ફેરવો અને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી શેકી લો. તેને ખૂબ જલ્દીથી ફેરવવા અથવા વઘારે વખત ફેરવવાથી ભાતના પુડલા તૂટી જશે. બ્રાઉનિંગ માટે પણ રાંધતી વખતે તેમે સ્પેટુલાની મદદથી થોડું દબાવો.
-
હવે બાકીના ૯ પુડલા રીત ક્રમાંક ૨ થી ૫ પ્રમાણે બનાવી લો.
-
ભાતના પુડલાને | વધેલા ભાત ના પેનકેક | cooked rice pancakes in Gujarati | તરત જ લીલી ચટણી સાથે પીરસો.
-
વધેલા પાવ, રોટલી અને ભાતને સરળતાથી સ્વાદિષ્ટ વાનગીઓમાં રૂપાંતરિત કરી શકાય છે. ઝડપી અને સરળ વાનગીઓનું અન્વેષણ કરવા માટે વધેલી ખાવાની વસ્તુઓ વડે બનતા સવારના નાસ્તા રેસીપી જોઓ. ભાતના પુડલા એ વધેલા ભાતનો ઉપયોગ કરીને બનાવેલ એક સરળ સવારનો નાસ્તો અથવા સાંજે માટે નાસ્તાની રેસીપી છે. વધેલી વસ્તુઓનો ઉપયોગ કરીને અહીં કેટલીક વધુ વાનગીઓ છે જે તમે ઉતાવળમાં ઝડપથી બનાવી શકો છો:
Other Related Recipes
Accompaniments
ભાતના પુડલા રેસીપી has not been reviewed
5 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
v_vsinha,
May 05, 2013
Everyone in the family (kids to in-laws) loved these wonderful combination pancakes....mixing the flours with cooked rice gives a wonderul texture to the pancakes, as well as the carrot and cabbage enhances the healthy quotient and taste in it..Not difficult to make at all, these pancakes are a must try for everyone !
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe