મસાલેદાર લીલી મગની ખીચડી | Spicy Green Moong Dal Khichdi
તરલા દલાલ દ્વારા
Added to 65 cookbooks
This recipe has been viewed 8036 times
ક્યારેક આપણને ઘરે બનાવેલી મજેદાર ખીચડી ખાવાની ઉત્કટ ઈચ્છા થતી હોય છે, પણ તેની સાથે-સાથે કઇંક મસાલેદાર ખાવાની પણ ઇચ્છા થઇ જતી હોય છે. આમ, તે સમયે બન્ને ઇચ્છાને પરિપૂર્ણ કરવા તમે આ મસાલેદાર લીલી મગની ખીચડી બનાવી શકો. ચોખા અને લીલી મગની દાળ વડે બનતી આ સ્વાદિષ્ટ ખીચડીને સાંતળેલા કાંદા અને લસણની સાથે પારંપારીક મસાલાનો વઘાર કરીને વધુ લહેજતદાર બનાવવામાં આવી છે. ગરમા ગરમ કઢી સાથે પીરસી ઘરે બનાવેલી આ ખીચડી તમારું મન જરૂરથી જીતી લેશે.
Method- એક વાસણમાં ચોખા અને લીલી મગની દાળ જરૂરી પાણી સાથે ૨ કલાક સુધી પલાળી રાખ્યા બાદ તેને નીતારી લો.
- એક પ્રેશર કુકરમાં ચોખા, મગની દાળ, મીઠું અને ૩ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૩ સીટી સુધી રાંધી લો.
- કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો. તે પછી કુકરને બાજુ પર રાખો.
- એક ઊંડી કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં રાઇ, અડદની દાળ અને હીંગ નાંખો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં લસણ અને કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં મરચાં પાવડર, હળદર અને ધાણા-જીરા પાવડર મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી રાંધી લો.
- છેલ્લે તેમાં રાંધેલા ભાત અને લીલી મગની દાળનું મિશ્રણ, કોથમીર, થોડું મીઠું અને ૧/૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- કઢી સાથે ગરમા ગરમ પીરસો.
Other Related Recipes
Accompaniments
મસાલેદાર લીલી મગની ખીચડી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe