You are here: Home> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન | પંજાબી વાનગીઓ | > મકાઇ અને વેજીટેબલની રોટી રેસીપી
મકાઇ અને વેજીટેબલની રોટી રેસીપી

Tarla Dalal
02 January, 2025


Table of Content
મકાઇ અને વેજીટેબલ ની રોટી રેસીપી | વેજીટેબલ પરાઠા | કોર્ન વેજીટેબલ રોટી | corn and vegetable roti recipe in Gujarati | with 32 amazing images.
આ મકાઇ અને વેજીટેબલ ની રોટીમાં પૌષ્ટિક્તા અને સ્વાદનું ખૂબ જ સરસ સંયોજન છે. અહીં મકાઇના લોટમાં વિવિધ પ્રકારની સામગ્રીનું મિશ્રણ કરવામાં આવ્યું છે જેવી કે ખમણેલી ફૂલકોબી, બટેટા, મેથીની ભાજી અને કોથમીર.
આ કોર્ન વેજીટેબલ રોટીને દહીં, અથાણાં અથવા તમારી મનપસંદ સબ્જી સાથે પીરસવી.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
Main Ingredients
1 કપ મકાઇનો લોટ (maize flour, makai ka atta)
1/2 કપ ખમણેલી ફૂલકોબી
1/2 કપ સમારેલી મેથી (chopped fenugreek leaves, methi)
1/4 કપ સમારેલી કોથમીર (chopped coriander)
1/2 કપ બાફી છોલીને ખમણેલા બટાટા
2 ટીસ્પૂન તેલ ( oil )
1 ટીસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
મીઠું (salt) , સ્વાદાનુસાર
મકાઇનો લોટ (maize flour, makai ka atta) , વણવા માટે
તેલ ( oil ) , રાંધવા માટે
પીરસવા માટે
વિધિ
- મકાઇનો લોટ ચાળણી વડે ચાળી લીધા પછી તેમાં બાકી રહેલી બધી વસ્તુઓ મેળવી જરૂરી હૂંફાળું પાણી મેળવી નરમ કણિક તૈયાર કરો.
- આ કણિકના ૭ સરખા ભાગ પાડી દરેક ભાગને ૧૨૫ મી. મી. (૫”)ના ગોળાકારમાં થોડા સૂકા મકાઇના લોટની મદદથી વણી લો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેમાં થોડા તેલની મદદથી દરેક રોટીની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
- તાજા દહીં અને અથાણાં સાથે તરત જ પીરસો.