ફણગાવેલા મઠ અને કોથમીરના ઉત્તપા | Sprouted Matki Uttapam
તરલા દલાલ દ્વારા
Added to 15 cookbooks
This recipe has been viewed 5764 times
એક અનોખા, એવા આ ફણગાવેલા મઠ અને કોથમીરના મીની ઉત્તાપાના ખીરામાં ફણગાવેલા મઠને કોથમીર, લીલા મરચાંની પેસ્ટ અને બીજા મસાલા વડે સ્વાદિષ્ટ બનાવવામાં આવ્યા છે. અહીં ખીરાને આથો આપવાની કે પલાળી રાખવાની ક્રિયા કરવાની જ નથી કારણકે તેમાં ફણગાવેલા મઠ મેળવવામાં આવ્યા છે. આ ઉત્તાપા નાની સાઇઝના બનાવી ચરબીયુક્ત નાળિયેરની ચટણીના બદલે ફૂદીના અને કાંદાની ચટણી સાથે પીરસો અને જુઓ કે તમારા જમણમાં કઠોળનો કેવી પૌષ્ટિક રીતે ઉપયોગ થઇ શકે છે.
Method- એક મિક્સરની જારમાં મઠ અને ૧/૨ કપ પાણી મેળવી સુંવાળું મિશ્રણ તૈયાર કરો.
- આ મિશ્રણને એક બાઉલમાં મૂકી, તેમાં બાકી રહેલી બધી વસ્તુઓ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- એક મિની ઉત્તાપાના પૅનને ૧/૪ ટીસ્પૂન તેલ વડે ચોપડી લો.
- તેની પર ૧ ટેબલસ્પૂન જેટલું ખીરૂં ઉત્તાપાના દરેક ૭ મોલ્ડમાં રેડી સરખી રીતે ૭૫ મી. મી. (૩")ના ગોળાકાર ઉત્તાપા તૈયાર કરી લો.
- આ ૭ ઉત્તાપાને ૧/૨ ટીસ્પૂન જેટલા તેલ વડે બન્ને બાજુએથી બ્રાઉન રંગના થાય ત્યાં સુધી રાંધી લો.
- આમ બાકીના ૧૪ ઉત્તાપા રીત ક્રમાંક ૪ અને ૫ મુજબ વધુ ૨ જુથમાં બનાવીને તૈયાર કરી લો.
- ફુદીના અને કાંદાની ચટણી સાથે તરત જ પીરસો.
Other Related Recipes
ફણગાવેલા મઠ અને કોથમીરના ઉત્તપા has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe