મગની દાળ ની ઈડલી રેસીપી | વેજીટેબલ મૂંગ દાળ ઈડલી | પ્રોટીનથી ભરપૂર ઈડલી રેસીપી | Moong Dal Idli
તરલા દલાલ દ્વારા
Added to 1 cookbook
This recipe has been viewed 2555 times
મગની દાળ ની ઈડલી રેસીપી | વેજીટેબલ મૂંગ દાળ ઈડલી | પ્રોટીનથી ભરપૂર ઈડલી રેસીપી | moong dal idli recipe in gujarati | with 30 amazing images.
મગની દાળ ની ઈડલી — ઝડપી, પૌષ્ટિક નાસ્તો શોધી રહેલા લોકો માટે, આ ઉચ્ચ ફાઈબર પ્રોટીનથી ભરપૂર ઈડલી! જાણો મગની દાળ ની ઈડલી રેસીપી | વેજીટેબલ મૂંગ દાળ ઈડલી | પ્રોટીનથી ભરપૂર ઈડલી રેસીપી | બનાવવાની રીત.
મગની દાળ પ્રોટીનથી ભરપૂર દાળ છે. આ હેલ્ધી કઠોળમાંથી આપણે સોફ્ટ ઈડલી બનાવી શકીએ છીએ. દાળને પલાળીને, ઘટ્ટ બેટર બનાવવા પીસવામાં આવે છે અને તેને વધાર, વેજીટેબલ અને ફ્રૂટ સોલ્ટ વડે ઉન્નત કરવામાં આવે છે. ત્યાર પછી આ બેટરને ઈડલીની પ્લેટમાં રેડવામાં આવે છે અને ૧૫ મિનિટ સુધી બાફવામાં આવે છે જેથી તે સોફ્ટ અને પફી મૂંગ દાળ ઈડલી મળે.
મગની દાળ ની ઈડલી બનાવવા માટેની ટિપ્સ: ૧. ખાતરી કરો કે તમે તેને તરત જ પીરસો કરો કારણ કે જો તે લાંબા સમય સુધી રાખવામાં આવે તો તે ડ્રાઇ થઇ જાય છે. ૨. ફ્રૂટ સોલ્ટ ઉમેર્યા પછી બેટરને વધુ મિક્સ ન કરો નહીં તો ઈડલી ચપટી થઈ જશે. ૩. તાજા દહીંનો ઉપયોગ કરવાની ખાતરી કરો.
મગની દાળ ની ઈડલી માટે- મગની દાળની ઇડલી બનાવવા માટે, પીળી મગની દાળને એક બાઉલમાં અને ૧ કલાક માટે પૂરતા ગરમ પાણીમાં પલાળી રાખો.
- ઢાંકણથી ઢાંકીને ૧ કલાક માટે બાજુ પર રાખો.
- તેને સારી રીતે ગાળી લો.
- નીતારેલી દાળ, લીલા મરચાં અને લગભગ ૫ ટેબલસ્પૂન પાણી મિક્સ કરો. તેને મિક્સરમાં નાખો અને સ્મૂધ થાય ત્યાં સુધી પીસી લો.
- એક ઊંડા બાઉલમાં દાળને કાઢી તેમાં ગાજર, દહીં, કોથમીર અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો. બાજુ પર રાખો.
- એક નાની નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરો, તેમાં રાઇ, અડદની દાળ, હિંગ અને કરી પત્તા ઉમેરો અને મધ્યમ તાપ પર ૩૦ સેકન્ડ સુધી સાંતળી લો.
- બેટર પર વઘાર રેડો અને સારી રીતે મિક્સ કરો.
- બાફતા પહેલા, ફ્રુટ સોલ્ટ અને ૧ ટેબલસ્પૂન પાણી ઉમેરો અને હળવા હાથે મિક્સ કરો.
- દરેક ગ્રીસ કરેલ ઇડલીના મોલ્ડમાં એક ચમચી બેટર રેડો.
- ઇડલી સ્ટીમરમાં ૧૦ થી ૧૨ મિનિટ સુધી અથવા તે રાંધાય ત્યાં સુધી સ્ટીમ કરો.
- ઈડલી બફાઈ જાય પછી તેને થોડી ઠંડી થવા દો અને તેને ડીમોલ્ડ કરો. બાજુ પર રાખો.
- અને બાકીના બેટરનો ઉપયોગ ઈડલી બનાવવા માટે કરો.
- સાંભર અને નારિયેળની ચટણી સાથે તરત જ મગની દાળ ઈડલી પીરસો.
Other Related Recipes
મગની દાળ ની ઈડલી રેસીપી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe