રોટલા રેસીપી | બાજરીના રોટલા | ગુજરાતી શૈલીના બાજરીના રોટલા | બાજરીના રોટલા બનાવવાની રીત | Rotla ( Gujarati Recipe), Bajra Na Rotla Recipe
તરલા દલાલ દ્વારા
Added to 111 cookbooks
This recipe has been viewed 7258 times
રોટલા રેસીપી | બાજરીના રોટલા | ગુજરાતી શૈલીના બાજરીના રોટલા | બાજરીના રોટલા બનાવવાની રીત | rotla recipe in gujarati | with amazing 17 images. રોટલા જેને બાજરીના રોટલા પણ કહેવામાં આવે છે તે એક ગુજરાતી શૈલીના બાજરીના રોટલા છે. જોકે બાજરાને ફક્ત રાજસ્થાનના અમુક ભાગોમાં જ ઉગાડવામાં આવે છે, પરંતુ દેશભરમાં બાજરીના રોટલાનો આનંદ લેવાતો હોય છે. જાડા વણેલા બાજરીના રોટલાને ગામડાઓમાં "કાંડા" (ગોબરના કેક) ઉપર રાંધવામાં આવે છે. તે જ તેમને તૈયાર કરવાની અધિકૃત રીત છે કારણ કે તે બાજરાના રોટલાને સ્મોકી સ્વાદ આપે છે. આ બાજરીના રોટલા ગુજરાતની ખૂબ જ પ્રખ્યાત રેસીપી છે.
Add your private note
રોટલા રેસીપી | બાજરીના રોટલા | ગુજરાતી શૈલીના બાજરીના રોટલા | બાજરીના રોટલા બનાવવાની રીત - Rotla ( Gujarati Recipe), Bajra Na Rotla Recipe in Gujarati
તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:    
૬ રોટલા માટે
૨ કપ બાજરા નો લોટ
મીઠું , સ્વાદાનુસાર
બાજરા નો લોટ , વણવા માટે
પીગળાવેલું ઘી , બ્રશ કરવા માટે
લસણની ચટણી
રોટલા બનાવવા માટે- રોટલા બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં લોટ અને મીઠુંને કાઢી લો.
- પૂરતું નવશેકું પાણી ઉમેરો અને અર્ધ નરમ કણક તૈયાર કરો. ૩ થી ૪ મિનિટ સુધી અથવા કણક ખૂબ જ મુલાયમ ન થાય ત્યાં સુધી તૈયાર કરો.
- કણકને ૬ સમાન ભાગોમાં વહેંચો.
- કણકના એક ભાગ ૧૨૫ મી. મી. (૫”) વ્યાસના ગોળાકારમાં સૂકા બાજરાના લોટની મદદથી વણી લો.
- એક એક નૉન-સ્ટીક તવાને વધારે તાપ પર ગરમ કરો અને ગરમ થાય એટલે તેના ઉપર ધીમે થી રોટલાને મૂકો.
- તેની સપાટી પર નાના ફોલ્લા દેખાય ત્યાં સુધી શેકી લો. રોટલાને બીજી બાજુ ફેરવો અને થોડી વધુ સેકંડ માટે શેકી લો.
- રોટલાને ખુલ્લા જ્યોત પર શેકી લો, જ્યાં સુધી તે ફુલી ન જાય અને બંને બાજુ બ્રાઉન ફોલ્લીઓ ન દેખાય.
- આ જ પ્રમાણે રીત ક્રમાંક ૪ થી ૭ મુજબ બીજા ૫ રોટલા તૈયાર કરો.
- રોટલાને તરત જ લસણની ચટણી, ગોળ અને ઘી સાથે પીરસો.
Other Related Recipes
Accompaniments
રોટલા રેસીપી | બાજરીના રોટલા | ગુજરાતી શૈલીના બાજરીના રોટલા | બાજરીના રોટલા બનાવવાની રીત has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe