રવા ઢોકળા રેસીપી | સોજી ના ઢોકળા | ઇન્સ્ટન્ટ રવા ઢોકળા | ઝટપટ બનાવો રવા ઢોકળા | Rava Dhokla, Semolina Dhokla, Suji Dhokla
તરલા દલાલ દ્વારા
Added to 223 cookbooks
This recipe has been viewed 7417 times
રવા ઢોકળા રેસીપી | સોજી ના ઢોકળા | ઇન્સ્ટન્ટ રવા ઢોકળા | ઝટપટ બનાવો રવા ઢોકળા | rava dhokla in gujarati | with 15 amazing images.
ઇન્સ્ટન્ટ રવા ઢોકળા બનાવવા માટે, રવો, દહીં, લીલા મરચાંની પેસ્ટને પાણી સાથે મિક્સ કરો, તેને અડધો કલાક એક બાજુ રાખી દો અને પછી ખીરૂ તૈયાર છે બાફવા માટે. રાવા ઢોકળાને રાંધ્યા પછી તેની ઉપર ઉમેરવામાં આવેલો વધાર એ એક માસ્ટર સ્ટ્રોક છે. તે સોજી ના ઢોકળાને કલ્પિત સુગંધ અને વિશેષ સ્વાદ આપે છે.
આ રેસીપી એક આશ્ચર્યજનક ઝડપી નાસ્તો છે. રવા ઢોકળા (સુજી ઢોકળા) બનાવવા માટે કોઈ આથો લાવવાની જરૂર નથી.
સ્વાદિષ્ટ નાસ્તો બનાવવા માટે રવા ઢોકળાને લીલી ચટણી સાથે પીરસો.
રવા ઢોકળા બનાવવા માટે- એક ઊંડા બાઉલમાં રવો, દહીં, લીલા મરચાંની પેસ્ટ, ૧ ટેબલસ્પૂન તેલ, મીઠું અને ૧ ૧/૨ કપ પાણી ભેગું કરો અને સારી રીતે મિક્સ કરો. ઢાંકણથી ઢાંકીને ૩૦ મિનિટ માટે બાજુ પર રાખો.
- ઢોકળાને બાફવાના પહેલા ફ્રુટ સોલ્ટ અને ૨ ટીસ્પૂન પાણી ઉમેરો. જ્યારે પરપોટા રચાય છે, હળવેથી મિક્સ કરી દો.
- આ ખીરાને એક તેલ ચોપડેલી ૧૭૫ મી. મી. (૭”)ના ગોળાકાર થાળીમાં રેડો અને એક સમાન સ્તરમાં ફેલાવવા માટે થાળીને ઘડિયાળની દિશામાં હલાવો.
- સ્ટીમરમાં ૧૨ મિનિટ સુધી બાફી લો. બાજુ પર રાખો.
- એક નાના નોન-સ્ટીક પેનમાં બાકીનું ૧ ટેબલસ્પૂન તેલ ગરમ કરો, તેમાં રાઇ, તલ અને હિંગ ઉમેરો અને મધ્યમ તાપ પર ૩૦ સેકન્ડ માટે સાંતળી લો.
- રવા ઢોકળા પર વધાર રેડો, તેના પર સમાનરૂપે કોથમીર નાખો.
- રવા ઢોકળાને સહેજ ઠંડુ કરો અને સમાન માપવાળા ચોરસ ટુકડા કરો.
- રવા ઢોકળાને તરત લીલી ચટણી સાથે પીરસો.
Other Related Recipes
રવા ઢોકળા રેસીપી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe