પાલક સૉસમાં પનીરના કોફતા | Paneer Koftas in Spinach Sauce
તરલા દલાલ દ્વારા
Added to 582 cookbooks
This recipe has been viewed 5495 times
આ વાનગીમાં પાલક સૉસ એક અગત્યની જરૂરીયાત છે જેને ખાસ ઝીણવટથી તૈયાર કરવામાં આવ્યું છે અને તેમાં વિવિધ વસ્તુઓ જેવી કે નાળિયેર, કાજુ, ખસખસ અને મસાલાનું સંયોજન છે. એટલે જ પનીર કોફતા માટે આ સૉસ મુખ્ય જરૂરીયાત ગણી શકાય અને કોફતા અહીં એવા તૈયાર થાય છે કે તે તમારા મોઢામાં મૂક્તાની સાથે જ તે પીગળી જશે.
Add your private note
પાલક સૉસમાં પનીરના કોફતા - Paneer Koftas in Spinach Sauce recipe in Gujarati
તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:    
૪ માત્રા માટે
પાલકની ગ્રેવી માટે- એક કઢાઇમાં ૧/૨ કપ પાણી ગરમ કરી તેમાં પાલક મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી બાફી લો.
- તે પછી તેને તાપ પરથી નીચે ઉતારી ગાળીને ઠંડા પાણીથી ધોઇને પાલક તાજી કરી લો.
- તે પછી તેને મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ તૈયાર કરી બાજુ પર રાખો.
- એક કઢાઇમાં ઘી ગરમ કરી તેમાં તૈયાર કરેલી પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સાંતળી લો.
- પછી તેમાં દહીં મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી, સતત હલાવતા રહી, રાંધી લો.
- પછી તેમાં પાલકની પ્યુરી, સાકર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી, સતત હલાવતા રહી, રાંધી લીધા પછી બાજુ પર રાખો.
પનીરના કોફતા માટે- એક બાઉલમાં તેલ સિવાયની બધી વસ્તુઓ ભેગી કરી સારી રીતે મિક્સ કરી લો.
- આ મિશ્રણના ૮ સરખા ભાગ પાડી દરેક ભાગના નાના ગોળાકાર બોલ બનાવો.
- એક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં થોડા-થોડા પનીર કોફતા નાંખીને તે દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળીને બાજુ પર રાખો.
આગળની રીત- પીરસવાના સમય પહેલા પાલકની ગ્રેવી ફરી ગરમ કરી, તેમાં કોફતા મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.
- તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
પાલક સૉસમાં પનીરના કોફતા has not been reviewed
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe