You are here: Home> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ભારતીય સૂપ રેસીપી, વેજ સૂપ > ચંકી સૂપ / બ્રોથ > વન મીલ સૂપ
વન મીલ સૂપ

Tarla Dalal
02 January, 2025


Table of Content
વન મીલ સૂપ રેસિપી | હાઈ બ્લડ પ્રેશર માટે દાળ અને વેજીટેબલ સૂપ | પૌષ્ટિક સૂપ | one meal soup in gujarati | with 32 amazing images.
એક અતિ પોષણદાઇ સૂપ જે હ્રદય માટે ખૂબ જ ઉપયોગી ગણી શકાય એવું છે. આ વન મીલ સૂપમાં મેળવેલા શાકના ઉત્તમ ગુણ અને તે ઉપરાંત તેમાં મેળવેલી મગની દાળ તમને સારી માત્રામાં ફાઇબર અને પ્રોટીન પૂરા પાડે છે.
આ ઉપરાંત વન મીલ સૂપમાં રહેલા વિટામીન-સી નું પ્રમાણ તમારા શરીરના મૂળમાં ઉત્પન્ન થતા ફ્રી રેડીકલ્સ (free radicals) વડે નુકશાન થતી રક્તનલિકાને રક્ષણ આપે છે. જો તમે અહીં જણાવેલી માત્રાના પ્રમાણમાં મીઠાનો ઉપયોગ કરશો, તો જેમને લોહીના ઉચ્ચ દબાણની તકલીફ રહે છે તેમના માટે પણ આ વાનગી ઉત્તમ ગણી શકાય એવી છે. અન્ય લોકો તેમાં જરૂર પૂરતું વધારાનું મીઠું મેળવી શકે છે.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
વન મીલ સૂપ માટે
1/4 કપ પીળી મગની દાળ (yellow moong dal) , ધોઈને નીતારી લો
2 ટીસ્પૂન તેલ ( oil )
1 ટીસ્પૂન સમારેલું લસણ (chopped garlic)
1 ટીસ્પૂન સમારેલું આદુ (chopped ginger)
1/4 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ (green chilli paste)
1/2 કપ સમારેલા કાંદા (chopped onions)
1 1/2 કપ સમારેલી મિક્સ શાકભાજી
મીઠું (salt) અને
1 ટેબલસ્પૂન સમારેલી સુવાની ભાજી
2 ટીસ્પૂન લીંબુનો રસ (lemon juice)
વિધિ
- વન મીલ સૂપ બનાવવા માટે, મગની દાળને પ્રેશર કૂકરમાં ૧૧/૨ કપ પાણી સાથે ભેગું કરો અને ૨ સીટી માટે પ્રેશર કુક કરો.
- ઢાંકણ ખોલતા પહેલા વરાળને બહાર નીકળવા દો. બાજુ પર રાખો.
- એક ઊંડા પેનમાં તેલ ગરમ કરી તેમાં લસણ, આદુ, લીલા મરચાંની પેસ્ટ અને કાદાં મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
- હલકી ઉકાળેલી મિક્સ શાકભાજી ઉમેરો અને મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- મગની દાળ અને ૧૧/૨ કપ પાણી મિક્સ કરો, સ્વાદાનુસાર મીઠું અને મરીનો પાવડર ઉમેરો.
- સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી રાંધી લો.
- સુવાની ભાજી અને લીંબુનો રસ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
- વન મીલ સૂપ ગરમાગરમ પીરસો.