મેનુ

You are here: Home> વિવિધ વ્યંજન >  ભારતીય વ્યંજન >  દક્ષિણ ભારતીય વ્યંજન | દક્ષિણ ભારતીય વાનગીઓ | >  મૈસુર ચટણી

મૈસુર ચટણી

Viewed: 8095 times
User 

Tarla Dalal

 02 January, 2025

Image
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK

Table of Content

કન્નડ વાનગીઓમાં સામાન્ય રીતે માફકસર નાળિયેર અને ગોળનો ઉપયોગ ઘણી ચટણીઓમાં થાય છે. અહીં આ મૈસુર ચટણીમાં પણ આ વસ્તુઓ સાથે દાળ, આમલી અને મસાલાનું મિશ્રણ છે. આ ચટણીને ઢોસા પર પાથરી, પછી તેની પર બટાટાની ભાજી પાથરીને મજેદાર મૈસુર મસાલા ઢોસા બનાવી શકાય છે.

 

મૈસુર ચટણી - Mysore Chutney, South Indian Mysore Chutney recipe in Gujarati

Preparation Time

None Mins

Cooking Time

None Mins

Total Time

None Mins

Makes

None None

સામગ્રી

વિધિ

  1. એક નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં ચણાની દાળ અને અડદની દાળ મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી અથવા તે હલકા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સતત હલાવતા રહી રાંધી લો.
  2. તે પછી તેમાં લાલ મરચાં ઉમેરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
  3. તે પછી તેમાં ગોળ, લસણ, આમલીનો પલ્પ અને મરી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી રાંધી લો.
  4. તે પછી તેમાં નાળિયેર, મરચાં પાવડર અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
  5. તેને થોડું ઠંડું પાડ્યા બાદ, ૧ કપ પાણી સાથે મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ તૈયાર કરો.
  6. તરત જ પીરસો અથવા હવાબંધ પાત્રમાં મૂકી રેફ્રીજરેટરમાં મૂકો અને ૨ દીવસની અંદર તેનો ઉપયોગ કરી લો.

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ