મેથી મકાઈ ના ઢેબરા રેસીપી | ગુજરાતી ઢેબરા - ચા સમય નાસ્તો | બાજરીના ઢેબરા | મેથી બાજરીના વડા (ઢેબરા) | Methi Makai Dhebra, Tea Time Snack
તરલા દલાલ દ્વારા
Added to 41 cookbooks
This recipe has been viewed 15745 times
મેથી મકાઈ ના ઢેબરા રેસીપી | ગુજરાતી ઢેબરા - ચા સમય નાસ્તો | બાજરીના ઢેબરા | મેથી બાજરીના વડા (ઢેબરા) | methi makai dhebra in Gujarati | with 27 amazing images.
ઢેબરાને ભારતીય બ્રેડ ગણવામાં આવે છે અને ગુજરાતી વાનગીઓમાં તે અતિ પ્રખ્યાત પણ છે. તેમાં બાજરીના લોટ સાથે અન્ય બીજા લોટ તથા બહુ બધા મસાલા મેળવવામાં આવે છે.
તમને ખાવાની લાલચ થઇ જાય એવા આ મેથી મકાઈ ના ઢેબરામાં મકાઇ તથા બાજરીનો લોટ સાથે અન્ય લોટ મેળવવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમાં અનેક જાતની સામગ્રી જેવી કે મેથીના પાન, તલ, આદૂ અને લીલા મરચાંની પેસ્ટ મેળવીને બનાવેલી કણિક મનમોહિત ખુશ્બુદાર બને છે.
જો કે તેમાં ઘણી વસ્તુઓ મેળવવામાં આવી છે, છતાં તે બધી વસ્તુઓ તમારા રસોડામાં સહેલાઇથી મળી શકે એવી હોવાથી તમને જ્યારે થોડો સમય ફાજલ મળે ત્યારે આ ઢેબરા બનાવીને તૈયાર રાખો અને ચહા સાથે તેની મજા માણો.
Method- એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી, તેમાં જરૂરી પાણી મેળવી બહુ કઠણ નહીં અને બહુ નરમ નહીં એવી કણિક તૈયાર કરો.
- આ કણિકના ૩૦ સરખા ભાગ પાડી લો.
- દરેક ભાગને તમારી હથેલીમાં લઇ ધીમે-ધીમે હાથ વડે થાબડતા ૧ સે. મી. જાડાઇના અને ૫૦ મી. મી. (૨”) વ્યાસના ગોળાકાર ઢેબરા તૈયાર કરી લો.
- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં એક સાથે થોડા-થોડા ઢેબરા નાંખી ને મધ્યમ તાપ પર તેને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. તે પછી તેને ટીશ્યુ પેપર પર મૂકી સૂકા થવા દો. આમ તમે એક સાથે ૬ થી ૭ ઢેબરા તળી શકશો.
- તરત જ પીરસો અથવા સંપૂર્ણ ઠંડા પાડીને હવાબંધ બરણીમાં ભરી ૨ દીવસની અંદર તેનો ઉપયોગ કરી લેવો.
Other Related Recipes
2 reviews received for મેથી મકાઈ ના ઢેબરા રેસીપી
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
Helpful reviews for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe