You are here: હોમમા> બાજરી ઢેબરા રેસીપી
બાજરી ઢેબરા રેસીપી

Tarla Dalal
23 February, 2025


Table of Content
બાજરી ઢેબરા રેસીપી | બાજરી મેથી ના ઢેબરા | ગુજરાતી નાસ્તાની રેસીપી | ઢેબરા રેસીપી | bajra dhebra in gujarati | with 26 amazing images.
બાજરી ઢેબરા એ ક્રન્ચી જાર નાસ્તો છે જે દિવસના કોઈપણ સમયે માણી શકાય છે. આ સ્વાદિષ્ટ મેથી ના ઢેબરા સાથે પરંપરાગત ચાના નાસ્તાનો આનંદ માણો. તે એક પ્રખ્યાત ગુજરાતી ડીપ-ફ્રાઈડ નાસ્તો છે જે સ્વાદિષ્ટ રીતે બાજરીના લોટ અને ઘઉંના લોટ સાથે મસાલા પાવડર, લીલા મરચાં, આદુ અને લસણ સાથે બનાવવામાં આવે છે.
બાજરી મેથી ના ઢેબરામાં દહીં અને ગોળ કિણકને એકસાથે રાખવામાં મદદ કરે છે તેમજ ઢેબરાને સ્વાદિષ્ટ અને ક્રિસપી બનાવે છે. તમે તેને તરત જ પીરસી શકો છો, અથવા રેફ્રિજરેટ કરી શકો છો અને એક કે બે દિવસ માટે એર-ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો.
બાજરી ઢેબરા રેસીપી - Bajra Dhebra Recipe, Gujarati Tea-time Snack in Gujarati
Tags
Preparation Time
20 Mins
Cooking Time
35 Mins
Total Time
55 Mins
Makes
40 ઢેબરા
સામગ્રી
બાજરી ઢેબરા માટે
1 1/2 કપ બાજરીનો લોટ (bajra flour)
1/4 કપ ઘઉંનો લોટ (whole wheat flour, gehun ka atta)
3/4 કપ સમારેલી મેથી (chopped fenugreek leaves, methi)
2 ટેબલસ્પૂન ખમણેલો ગોળ (grated jaggery (gur)
1/4 કપ દહીં (curd, dahi)
1/2 ટીસ્પૂન આદુની પેસ્ટ (ginger (adrak) paste)
1 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ (green chilli paste)
1 ટીસ્પૂન લસણની પેસ્ટ (garlic paste)
1/2 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
1/2 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
1/2 ટીસ્પૂન ધાણા પાવડર (coriander (dhania) powder)
1 1/2 ટેબલસ્પૂન તલ (sesame seeds, til)
1 ટેબલસ્પૂન તેલ ( oil )
મીઠું (salt) સ્વાદાનુસાર
તેલ ( oil ) , તળવા માટે
વિધિ
- બાજરીના ઢેબરા બનાવવા માટે, એક નાના બાઉલમાં ગોળ અને દહીં ભેગું કરો અને સારી રીતે મિક્સ કરો.
- એક ઊંડા બાઉલમાં ગોળ-દહીંના મિશ્રણ સાથે તમામ સામગ્રીને ભેગી કરો અને પૂરતા પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરીને અર્ધ નરમ કણિક તૈયાર કરી લો.
- કણિકને ૪૦ સમાન ભાગોમાં વહેંચો.
- દરેક ભાગને તમારી હથેલીમાં લઇ ધીમે-ધીમે હાથ વડે થાબડતા ૧ સે. મી. જાડાઇના અને ૨૫ મી. મી. (૧”) વ્યાસના ગોળાકાર ઢેબરા તૈયાર કરી લો.
- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરો અને થોડા ઢેબરાને એક સમયે મધ્યમ ધીમા તાપ પર બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો. તે પછી તેને ટીશ્યુ પેપર પર મૂકી સૂકા થવા દો. તમે એક સમયે ૬ થી ૭ ઢેબરાને તળી શકો છો.
- બાજરીના ઢેબરાને તરત જ પીરસો અથવા એર-ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો અને ૨ દિવસની અંદર ખાઈ લો.