ઇડલી ઉપમા રેસીપી | વધેલી ઇડલી થી ઇડલી ઉપમા | હેલ્ધી ઈડલી ઉપમા | Idli Upma, Upma with Left Over Idlis Recipe
તરલા દલાલ દ્વારા
Added to 319 cookbooks
This recipe has been viewed 5565 times
ઇડલી ઉપમા રેસીપી | વધેલી ઇડલી થી ઇડલી ઉપમા | હેલ્ધી ઈડલી ઉપમા | idli upma recipe in gujarati | with 13 amazing images.
ઇડલી ઉપમા વધેલી ઇડલી થી બનાવવામાં આવે છે. વધેલી ઇડલી સાથે ઇડલી ઉપમા બનાવી ને જણાવે છે કે, કેવી રીતે દક્ષિણ ભારતીય લોકો બાકી રહેલી ઇડલીનો વપરાસ કરે છે. આ ઉપમા ખૂબ જ સ્વાદિષ્ટ છે, તમે મહેમાનોને ઇડલી ઉપમા બનાવીને આપી શકો.
ઇડલી ઉપમા બનાવવા માટેની સામગ્રીમાં વધેલી ઇડલી, ટામેટાં, કાંદા, લીલા વટાણા, ગાજર, રાંધવા માટે મગફળીનું તેલ અને કેટલાક ભારતીય મસાલા છે. મને આ ઇડલી ઉપમા સાદા ઇડલી કરતાં ઘણા વધુ હેલ્ધી લાગે છે.
ઇડલી ઉપમા બનાવવા માટે- ઇડલી ઉપમા બનાવવા માટે, બધી ઇડલીઓને ભૂક્કો કરી એક ઊંડા બાઉલમાં નાખો અને એક બાજુ મૂકો.
- એક પહોળા નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરો, તેમાં રાઇ અને લાલ મરચા નાખો અને મધ્યમ આંચ પર થોડી સેકંડ માટે સાંતળી લો.
- જ્યારે રાઇના દાણા તતડવા માંડે, ત્યારે તેમાં ગાજર, લીલા વટાણા, ટામેટાં, મીઠું અને ૨ ટેબલસ્પૂન પાણી નાખો, બરાબર મિક્ષ કરી મધ્યમ આંચ પર ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.
- છેલ્લે, ભૂક્કો કરેલી ઇડલી ઉમેરો, ધીમેધીમે મિક્સ કરો અને મધ્યમ આંચ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- નાળિયેરની ચટણી સાથે ઇડલી ઉપમાને તરત પીરસો.
Other Related Recipes
Accompaniments
ઇડલી ઉપમા રેસીપી | વધેલી ઇડલી થી ઇડલી ઉપમા | હેલ્ધી ઈડલી ઉપમા has not been reviewed
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe