હરી ભાજી | Hari Bhaji


દ્વારા

5/5 stars  100% LIKED IT    1 REVIEW ALL GOOD
Hari Bhaji - Read in English 
हरी भाजी - हिन्दी में पढ़ें (Hari Bhaji in Hindi) 

Added to 308 cookbooks   This recipe has been viewed 12092 times

પોષક તત્વોથી ભરપૂર – તેનાથી વધુ સારી રીતે આ હરી ભાજીનો કોઈ વર્ણન જ નથી. આ વાનગીમાં ભરપૂર માત્રામાં મિક્સ શાકભાજી તો છે જ પણ સાથે-સાથે તેમાં પાલક, સુવા ભાજી અને ફૂદીનાના પાન જેવી લીલી ભાજીનો ઉમેરો કરવામાં આવ્યો છે, જે તેને ખૂબ સ્વાદિષ્ટ અને આરોગ્યદાયક બનાવે છે. બસ તો પછી આનાથી વધુ સારી ભાજી માટે તમે શું ઇચ્છો?

આ વાનગી કોઇ પણ રોટી અથવા પૂરી સાથે પીરસી શકો.

Add your private note

હરી ભાજી - Hari Bhaji recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા માટે

સામગ્રી
૧/૨ કપ ઝીણી સમારેલી પાલક
૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી સુવાની ભાજી
૧ ટેબલસ્પૂન સમારેલા ફૂદીનાના પાન
થોડા ટીપા લીંબુનો રસ
ચપટીભર બેકીંગ સોડા
૨ ટેબલસ્પૂન તેલ
૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા
૧ ટેબલસ્પૂન કસૂરી મેથી
૧ ટીસ્પૂન ધાણા-જીરા પાવડર
૧/૨ ટીસ્પૂન ગરમ મસાલો
૧ ૧/૨ કપ સમારીને બાફેલા મિક્સ શાક (ફણસી , ગાજર , લીલા વટાણા અને ફૂલકોબી)
૧/૨ કપ ઝીણા સમારેલા ટમેટા
૧/૨ કપ દૂધ
મીઠું , સ્વાદાનુસાર
૧ ટેબલસ્પૂન તાજું ક્રીમ

પીસીને આદૂ-લસણ-લીલા મરચાંની પેસ્ટ બનાવવા માટે
૧૨ મિલીમીટર (૧/૨”) નો આદૂનો ટુકડો
લસણની કળી
લીલા મરચાં , સમારેલા

પીસીને કાજૂ-ખસખસની સુંવાળી પેસ્ટ માટે (થોડું પાણી મેળવીને)
૧ ટેબલસ્પૂન કાજૂ ટુકડા
૧ ટેબલસ્પૂન ખસખસ

સજાવવા માટે
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
વિધિ
    Method
  1. એક ઊંડી કઢાઇમાં પાલક, સૂવાની ભાજી, ફૂદીનાના પાન, લીંબુનો રસ અને બેકીંગ સોડા સાથે ૧/૪ કપ પાણી મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.
  2. આ મિશ્રણ થોડું ઠંડું થાય ત્યારે તેને મિક્સરમાં ફેરવી સુંવાળી પ્યુરી તૈયાર કરી બાજુ પર રાખો.
  3. એક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી અથવા કાંદા અર્ધપારદર્શક થાય ત્યાં સુધી સાંતળી લો.
  4. પછી તેમાં આદૂ-લસણ-લીલા મરચાંની પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  5. તે પછી તેમાં કસૂરી મેથી, ધાણા-જીરા પાવડર અને ગરમ મસાલો મેળવી મધ્યમ તાપ પર થોડી વધુ સેકંડ સુધી સાંતળી લો.
  6. તે પછી તેમાં મિક્સ શાક, ટમેટા, દૂધ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  7. છેલ્લે તેમાં પાલકની પ્યુરી, કાજૂ-ખસખસની પેસ્ટ અને તાજું ક્રીમ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  8. કોથમીર વડે સજાવીને ગરમ ગરમ પીરસો.

Also View These Popular Recipes

Related Articles
Recipe Contest

No Contest Announced



View contest archive....
Rate and review this recipe and get 15 days FREE bonus membership!
Subscribe to the free food mailer

Soya

Missed out on our mailers?
Our mailers are now online!

View Mailer Archive

Privacy Policy: We never give away your email

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Password?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews

હરી ભાજી
5
 on 15 Jul 20 05:02 PM


Very very healthy n tasty recipe
| Hide Replies
Tarla Dalal    Thanks for the feedback !!! keep reviewing recipes you loved.
Reply
16 Jul 20 10:45 AM