લીલા વટાણાની આમટી ની રેસીપી | વટાણાની આમટી | મહારાષ્ટ્રિયન આમટી | Green Peas Amti, Maharashtrian Matar Ambti
તરલા દલાલ દ્વારા
Added to 171 cookbooks
This recipe has been viewed 20811 times
લીલા વટાણાની આમટી ની રેસીપી | વટાણાની આમટી | મહારાષ્ટ્રિયન આમટી | green peas amti in Gujarati | with 29 amazing images.
લીલા વટાણાની આમટી એક ખાસ મહારાષ્ટ્રીયન વાનગી છે, જેમાં લીલા વટાણા અને ટમેટાનો ઉપયોગ થાય છે. તેમાં પારંપારીક મસાલા સાથે કાંદા અને નાળિયેરના ખમણની તાજી પેસ્ટ મેળવી તેને મજેદાર અને સ્વાદિષ્ટ બનાવવામાં આવી છે.
લીલા વટાણાની આમટી માટે ટિપ્સ. ૧. રેસીપીમાં જણાવ્યા મુજબ તાજા ટમેટાના પલ્પનો જ ઉપયોગ કરો અને તૈયાર ટોમેટો પ્યુરીનો ઉપયોગ ન કરો. ૨. કૃપા કરીને નોંધ કરો કે આ રેસીપીમાં તાજા નાળિયેરનો જ ઉપયોગ કરે છે અને સૂકા નાળિયેરનો નહીં.
Method- એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં ૧ ટેબલસ્પૂન તેલ ગરમ કરી તેમાં કાંદા, નાળિયેર, આખા ધાણા, તજ, જીરૂ, લવિંગ, કાળા મરી અને સૂકા લાલ મરચાં મેળવી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેને તાપ પરથી નીચે ઉતારી ઠંડું થવા દો.
- તે ઠંડુ થાય તે પછી તેને મિક્સરમાં થોડા પાણી સાથે મેળવી સુંવાળી પેસ્ટ તૈયાર કરી બાજુ પર રાખો.
- હવે ટમેટાને મિક્સરમાં ફેરવી સુંવાળું પલ્પ તૈયાર કરી બાજુ પર રાખો.
- બાકી રહેલું ૧ ટેબલસ્પૂન તેલ એક ઊંડી કઢાઇમાં ગરમ કરી, તેમાં તૈયાર કરેલી પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં લીલા વટાણા, ટમેટાનું પલ્પ, મીઠું, અને ૧ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૪ થી ૫ મિનિટ સુધી, વચ્ચે-વચ્ચે હલાવતા રહી, રાંધી લો.
- કોથમીર વડે સજાવીને તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
લીલા વટાણાની આમટી ની રેસીપી has not been reviewed
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe