You are here: Home> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ભારતીય મીઠાઈ | ઈંડા વગરની ભારતીય મીઠાઈ > પાઇ / ટાર્ટસ્ > બનોફી પાઇ ની રેસીપી
બનોફી પાઇ ની રેસીપી

Tarla Dalal
24 February, 2025


Table of Content
બનોફી પાઇ નામ વાંચીને તમને જરૂર ખ્યાલ આવી જશે કે આ વાનગીમાં કેળા અને ટોફી જરૂર હશે. અહીં અમે તમારા માટે સ્વાદિષ્ટ બનોફી પાઇ ઝડપથી અને સરળ રીતે ઘેર જ તૈયાર કરવાની રીત રજૂ કરી છે.
મૂળ તો તેમાં બટરવાળા બિસ્કીટના ભુક્કાનું થર અને સ્લાઇસ કરેલા કેળા સાથે સ્વાદિષ્ટ અને દૂધવાળું કૅરમલ સૉસ છે, જે આ ડેઝર્ટને ટોફી જેવો સ્વાદ આપે છે. આ પાઇ ફીણેલા ક્રીમથી ભરપુર છે અને સાથે કૅરમલના તીવ્ર સ્વાદની સામે મજેદાર કેળાની સૌમ્યતા પણ ધરાવે છે. ઉપરથી ખમણેલી ચોકલેટની સજાવટ આ બનોફી પાઇને બધાની મનગમતી બનાવે છે.
તમે તમારા પ્રિયજન અને તમારી જાતને અન્ય કેળાના બીજા વ્યંજન સાથે પણ સારવાર કરી શકો છો જેમ કે કેળા અને અખરોટના મફિન અને કેળાનું પોંગલ.
બનોફી પાઇ ની રેસીપી - Banoffee Pie, Bpa Free Banoffee Pie recipe in Gujarati
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
બનોફી પાઇના બિસ્કીટના થર બનાવવા માટે
બનોફી પાઇના કૅરમલ સૉસ માટે
1/2 કપ માખણ (butter, makhan)
1/2 કપ બ્રાઉન શુગર
બનોફી પાઇ બનાવવા માટે બીજી જરૂરી વસ્તુઓ
1 કપ સ્લાઇસ કરેલા કેળા
1 કપ બીટન વ્હીપ્ડ ક્રીમ
બનોફી પાઇના સજાવવા માટે
2 ટેબલસ્પૂન ખમણેલી મિલ્ક ચૉકલેટ
વિધિ
- એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં માખણ અને બ્રાઉન શુગર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૪ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં કન્ડેન્સ્ડ મીલ્ક મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
- તે પછી તાપ બંધ કરી મિશ્રણને સંપૂર્ણ ઠંડું થવા બાજુ પર રાખો.
- એક ઊંડા બાઉલમાં બિસ્કીટ અને પીગળાવેલું માખણ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- હવે આ મિશ્રણને ૭”ના નીચેથી ખુલ્લા એવા કેકના ટીનમાં સરખી રીતે પાથરી લો.
- તે પછી તેને રેફ્રીજરેટરમાં ૧૫ થી ૨૦ મિનિટ સુધી રાખી મૂકો.
- હવે બિસ્કીટના તૈયાર કરેલા થરની ઉપર ૧/૨ કપ સ્લાઇસ કરેલા કેળાને સરખી રીતે ગોઠવી દો.
- તે પછી તેની પર તૈયાર કરેલું કૅરમલ સૉસ સરખી રીતે રેડી બટર નાઇફ વડે સરખા પ્રમાણમાં પાથરી લો.
- તે પછી તેની પર ૧/૨ કપ વ્હીપ્ડ ક્રીમ રેડી સરખી રીતે પ્રમાણસર પાથરી લો.
- હવે તેની પર બાકી રહેલા ૧/૨ કપ કેળાની સ્લાઇસ સરખી રીતે ગોઠવી લો.
- તે પછી બાકી રહેલું ૧/૨ કપ વ્હીપ્ડ ક્રીમ તેની પર મૂકી ફરી બટર નાઇફ વડે સરખી રીતે પાથરી લો.
- આમ તૈયાર થયેલા કેકના ટીનને એક પ્લેટ પર મૂકી તેને રેફ્રીજરેટરમાં ૪૫ મિનિટ સુધી રાખી મૂકો.
- તે પછી તેને ટીનમાંથી છુંટુ પાડીને ખમણેલી ચોકલેટ વડે સજાવી લો.
- બનોફી પાઇના ૬ સરખા ભાગ પાડી ઠંડું પીરસો.