You are here: Home> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ફ્રેન્ચ વ્યંજન > અળસી રાયતા | અળસી નું રાયતું | હેલ્દી રાયતા |
અળસી રાયતા | અળસી નું રાયતું | હેલ્દી રાયતા |

Tarla Dalal
11 March, 2025


Table of Content
About Flax Seed Raita ( Omega-3 Fatty Acids And Calcium Rich Recipe )
|
Ingredients
|
Methods
|
Nutrient values
|
અળસી રાયતા | અળસી નું રાયતું | હેલ્દી રાયતા | flax seed raita in gujarati | with 13 amazing images.
વિશિષ્ટ અળસી નું રાયતું બનાવવા માટે કેલ્શિયમયુક્ત દહીં સાથે અળસીના બીજ ભેગા કરો. અળસીના બીજમાં પ્લાન્ટ ઓમેગા -૩ (એન ૩) ફેટી એસિડ્સનો સૌથી મોટો સ્ત્રોત છે, જે રોગપ્રતિકારક શક્તિ બનાવવા માટે, એલડીએલ ઓક્સિડેશન અને હૃદયરોગને રોકવા માટે જરૂરી છે. ખમણેલી દૂધી આ અળસીના રાયતા નો વોલ્યુમ ઉમેરે છે, જ્યારે ફુદીનો તેને અદ્દભુત સ્વાદ આપે છે. આ તંદુરસ્ત સામગ્રીઓનો સ્વાદિષ્ટ રીતે આનંદ લો!
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
અળસી નું રાયતું બનાવવા માટે
1 કપ ખમણેલી દૂધી
1 કપ જેરી લીધેલું લો ફૅટ દહીં (whisked low fat curds)
1/2 કપ સમારેલા ફૂદીનાના પાન (chopped mint leaves (pudina)
1/4 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
1/4 ટીસ્પૂન સંચળ (black salt, sanchal)
1/2 ટીસ્પૂન સાકર (sugar)
1 1/2 ટીસ્પૂન ભૂક્કો કરેલી અળસી (crushed flaxseeds)
મીઠું (salt) , સ્વાદાનુસાર
વિધિ
અળસી નું રાયતું બનાવવા માટે
- એક ઉંડા પેનમાં ૧/૪ કપ પાણીની સાથે ખમણેલી દૂધી ઉમેરી, બરાબર મિક્સ કરી લો. મધ્યમ આંચ પર ૪ થી ૫ મિનિટ સુધી અથવા બધુ પાણી વરાળ બની ઉડી જાય ત્યાં સુધી ઢાંકીને રાંધી લો. ઠંડુ થવા માટે બાજુમાં રાખો.
- એક ઉંડા બાઉલમાં રાંધેલી દૂધી સહિતની બધી સામગ્રી ઉમેરો અને બરાબર મિક્સ કરી લો.
- અળસીના રાયતાને ઓછામાં ઓછા ૧ કલાક રેફ્રિજરેટ કરો.
- અળસીના રાયતાને ઠંડુ પરોસોં.
હાથવગી સલાહ:
- ૨ ટેબલસ્પૂન અળસીનો પાઉડર મેળવવા માટે મિક્સરમાં ૧ ૧/૨ ટેબલસ્પૂન અળસીને પીસી લો.